વહેલી સવારે અમેરિકામાં એક પેસેન્જર વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે ભયાનક દુર્ઘટના પહેલાં ગઈકાલે બપોરે દક્ષિણ સુદાનમાં પણ ચીનની ઓઈલ કંપનીનું એક વિમાન ક્રેશ થયાના અહેવાલ મળ્યા હતાં. આ વિમાનમાં એક ભારતીય સહિત 21 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી 20 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતાં.
તમામ પેસેન્જર્સમાં 16 સાઉથ સુદાન, બે ચીન અને એક ભારતીય હતો. આ પ્લેન એરપોર્ટથી 500 મીટરના અંતરે ક્રેશ થયુ હતું. તે સાઉથ સુદાનની રાજધાની જુબા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી કર્મચારીઓને ઓઈલ ફિલ્ડ લઈ જઈ રહ્યું હતું.
- Advertisement -
ચીનના અધિકારીઓએ આપી માહિતી
ચીનના અધિકારીઓએ આ મામલે જણાવ્યું કે ‘ઓઈલ કંપનીનું આ વિમાન દક્ષિણ સુદાનના અંતરિયાળ વિસ્તારમાં ક્રેશ થયું હતું. ઓઈલ કંપનીએ આ વિમાન ભાડે લીધુ હતું. માહિતી અનુસાર ચીનની ગ્રેટર પાયોનિયર ઓપરેટિંગ આ વિમાનનો ઉપયોગ કરી રહી હતી જેમાં બે પાઈલટ સહિત કુલ 21 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેમાં એક ભારતીય પણ સામેલ હોવાનો દાવો કરાયો છે.’ ગ્રેટર પાયોનિયર ઓપરેટિંગ કંપનીના આ પ્લેનના 19 પેસેન્જરની યાદીમાં એક ભારતીય કર્મચારી હતો. જેનું નામ આર.એ. લિંગાયત હતું. તે કંપનીના પ્રોડક્શન વિભાગમાં કામ કરતો હતો.
- Advertisement -