ચીનમાં નેતા વિરૂદ્ધ બોલી શકાતું નથી છતાં, આ વખતે નેટિઝન્સે ચેતવણી આપી દીધી
ખાસ-ખબર સંવાદદાતા
ચીનના પ્રમુખ ટાપુ રાષ્ટ્ર તાઈવાન ઉપર તૂટી પડી ગીધ જેમ સોન-ચકલીને પીંખે તેમ તેને પીંખવા અને ગળી જવા આતુર બન્યા છે. તેવે સમયે ચીનના નેટીઝન્સે તેઓને સાવચેતી રાખવા ચેતવણી આપી છે. સામાન્યત: ચીનમાં નેતા વિરૂૂદ્ધ ઊંચો અવાજ ઊઠાવી શકાતો નથી. પરંતુ, આ વખતે ચીનના બુદ્ધિજીવીઓએ જાનના જોખમે માતૃભૂમિને મહાવિનાશમાંથી બચાવવા, શી-જિનપિંગને ચેતવ્યા છે.
- Advertisement -
ગત વર્ષે શી જિનપિંગે પશ્ર્ચિમને ખાસ કરીને અમેરિકાને તાઈવાન પ્રશ્ર્ને દખલ નહીં કરવાની ચેતવણી આપતાં કહ્યું હતું કે આગ સાથે રમશો નહીં, જેઓ આગ સાથે રમે છે તેઓ દાઝે જ છે. સાથે તેઓએ જો બાયડનને સીધી જ ચેતવણી આપતાં કહ્યું હતું કે ચીનને પરાજિત કરી નહીં શકાય.