ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પોષણ સપ્તાહ ઉજવણી અન્વયે ગોંડલ ના જૈન પરિવાર ના શ્રી યસુમતીબેન શેઠ ના આર્થિક સહયોગ થી ગોંડલ શહેરની 7 આંગણવાડી ના અતિકુપોશીત 0 થી 6 વર્ષ ના ગરીબ પરિવારના બાળકોને 350 ગ્રામ શુદ્ધ ઘી માં તૈયાર કરેલ સુખડી દરેક બાળકોને ગોંડલના પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે અને કમલેશભાઈ દેસાઈ એ રૂબરૂ વિતરણ કરેલ..
આ ઉમદા માનવસેવા કાર્ય માં ગોંડલ આઇસીડીએસ કચેરીના અધિકારીશ્રી,આંગણવાડી ના સંચાલકશ્રી અને તાલુકા વિકાસ અધિ. સંજય ઠાકર સાહેબ એ ખૂબ સહકાર આપેલ…
આંગણવાડીના અતિકુપોશીત ગરીબ પરિવારના બાળકોની સ્થિતિ અને તંદુરસ્તી સુધારવા ના શુભ હેતુ થી શુદ્ધ ઘી માં તૈયાર થયેલ સુખડી નું દાન આપવા બદલ દાતાશ્રી,હિતેશભાઈ દવે,કમલેશભાઈ દેસાઈ નો આભાર વ્યક્ત કરેલ હતો.


