-કાંદીવલીનાં ફલેટ પર દરોડો: જતીન મહેતા નામના શખ્સની ધરપકડ
મુંબઈમાં શેરબજારમાં સમાંતર ચાલતા ગેરકાયદે સ્ટોક એકસચેંજનો પર્દાફાશ કર્યો છે અને 4672 કરોડના જંગી વ્યવહારો ખુલ્યા છે.ડબ્બા ટે્રડીંગના આ કેસમાં જતીન મહેતા નામનાં શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
- Advertisement -
મુંબઈ પોલીસને નેશનલ સ્ટોક એકસચેંજ તથા એમસીએકસ તરફથી મળેલી બાતમીનાં આધારે કાંદીવલીમાં એક ફલેટ પર દરોડો પાડવામાં આવ્યો હતો.જયાંથી ગેરકાયદે સમાંતર સ્ટોક એકસચેંજ (ડબ્બા ટ્રેડીંગ)ના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ડબ્બા ઓપરેટર જતીન મહેતાની ધરપકડ કરીને તેના કબ્જામાંથી પાંચ મોબાઈલ એક લેપટોપ, એક રાઉટર, એક ટેબલ, એક પેનડ્રાઈવ તથા મોટી રોકડ કબ્જે લેવામાં આવી હતી.
પ્રાથમીક તપાસમાં જતીન મહેતાએ માર્ચથી 20 જુન દરમ્યાન 4672 કરોડનું ટર્નઓવર કર્યાનો ખુલાસો થયો છે.આ વેપાર કાયદેસર રીતે થયો હતો તો સરકારને અંદાજીત 1100 કરોડની ટેકસ આવક શકય હતી.
તપાસનીશ અધિકારી અમીજીત જાધવે કહ્યું કે આરોપી દ્વારા ‘ળજ્ઞજ્ઞમુ’નામક એપ બનાવવામાં આવી હતી અને તેનાં મારફત કારોબાર ચલાવતો હતો અન્ય લોકોને પાસવર્ડ આપીને આ ટ્રેડીંગમાં સામેલ કરતો હતો. આ માટે 50,000 ની ડીપોઝીટ વસુલવામાં આવતી હતી. શેરબજારની જેમ જ ખરીદ વેચાણની સવલત હતી. એપમાં જ સોદા તથા લેવડદેવડનો હિસાબ રહેતો હતો.
- Advertisement -
દર સપ્તાહે લેવડદેવડ કરવામાં આવતી હતી. ડબ્બા ટ્રેડરોને નફો હોય તો રોકડમાં ચુકવાતા હતા અને ખોટ હોય તો વસુલાત કરવામાં આવતી હતી. ગ્રાહકોની સંખ્યા સેંકડોમાં હોવાથી ડીપોઝીટ પણ કરોડોમાં હોવાનું બહાર આવ્યું છે. જાણકારોનાં કહેવા પ્રમાણે ડબા ટ્રેડીંગ પણ શેરબજાર જેવુ જ હોય છે માત્ર વ્યવહાર રોકડમાં થયો હોય છે.સરકારને ટેકસ ચુકવવો પડતો નથી.