મેન્સ ડબલ્સમાં સાત્વિક-ચિરાગની જોડી નંબર-1
જાપાનના કોડાઇ નારોકાને સતત બે ગેમમાં 18-21, 16-21થી પરાજય આપ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય શટલર એચએસ પ્રણયે શુક્રવારે ઈન્ડોનેશિયાના જકાર્તામાં રમાઈ રહેલી ઈન્ડોનેશિયા ઓપનની મેન્સ સિંગલ ઇવેન્ટમાં સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રણયે ક્વાર્ટર ફાઈનલમાં જાપાનના કોડાઇ નારોકાને સતત બે ગેમમાં 18-21, 16-21થી પરાજય આપ્યો હતો. બીજી તરફ, મેન્સ ડબલ્સમાં, સાત્વિકસાંઈરાજ અને ચિરાગ શેટ્ટીએ ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઈન્ડોનેશિયાના ફજર અલ્ફિયાન અને મુહમ્મદ એડ્રિયાંટોની વર્લ્ડ રેન્ક-1 જોડીને હરાવી સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી.
એચએસ પ્રણયે એકતરફી જીત નોંધાવી હતી. 2 ગેમમાં પ્રણયે ત્રીજા ક્રમાંકિત કોડાઈ નારોકાને 18-21, 16-21થી હરાવ્યો હતો. પ્રણયે આસાનીથી ગેમ જીતી લીધી હતી.
પ્રણયનો આગામી મુકાબલો શનિવારે ડેનમાર્કના વિક્ટર એક્સેલસન અને ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેન વચ્ચેના ક્વાર્ટર ફાઈનલના વિજેતા સાથે થશે.
- Advertisement -
મેન્સ ડબલ્સમાં સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટીએ ઈન્ડોનેશિયાની વર્લ્ડ નંબર 1 જોડીને બે ગેમમાં 21-13, 21-13થી હરાવી હતી. ભારતીય જોડીએ 4-0ની લીડ સાથે શરૂૂઆત કરી હતી પરંતુ ઈન્ડોનેશિયાની જોડીએ થોડી લય શોધીને 3-5ની સરસાઈ મેળવી હતી. ઈન્ડોનેશિયાની જોડી 11-7થી આગળ હતી. જોકે, આ પછી પણ સાત્વિક-ચિરાગ અટક્યા નહોતા અને આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું. બીજી ગેમમાં પણ ભારતીય જોડીએ વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.