જૂનાગઢ જિલ્લામાં 18 ફેબ્રુઆરીથી ધોરણ 6 થી 8નું પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ થશે. ધોરણ 6 થી 8ની 1,010 શાળામાં 60,325 છાત્રો શિક્ષણ મેળવશે. દરમિયાન કોરોના મહામારીના કારણે લાંબા સમય બાદ શિક્ષણ શરૂ કરવામાં આવનાર હોય શિક્ષકોને પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શહેરની કન્યાશાળા નંબર 4માં શિક્ષકોની મિટીંગ મળી હતી. આ મિટીંગમાં શાળાના આચાર્ય તરૂણભાઇ કાટબામણાએ શિક્ષકોને કોરોનાના સમયે છાત્રોની સુરક્ષા માટે શું કરવું તેની પ્રત્યક્ષ માહિતી આપી તેનું પાલન કરવા જણાવ્યું હતું.
પાઠ્ય પુસ્તકો લેવા ધક્કા ગુરૂવારથી ધોરણ 6 થી 8ની શાળા શરૂ થવાની હોય બુક સ્ટોલ પર પાઠ્ય પુસ્તકો લેવા માટે છાત્રો અને વાલીઓએ પહોંચ્યા હતા. જોકે, મોટાભાગના વાલીઓને ધક્કા થયા હતા. કારણ કે સ્કૂલ શરૂ થવાની કોઇ જાણકારી ન હોય બુક સ્ટોલ વાળાએ પાઠ્ય પુસ્તકો મંગાવ્યા જ ન હતા. હવે પુસ્તકો મંગાવ્યા છે જે 20 ફેબ્રુઆરી સુધીમાં આવી જવાનું જણાવાઇ રહ્યું છે. થર્મલ ગનના 900ના 1100 પડાવી ઉઘાડી લુંટ સ્કૂલ શરૂ કરવાની સાથે કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવાનું ફરજીયાત છે. ખાસ કરીને થર્મલ ગનથી ટેમ્પ્રેચર માપ્યા બાદ જ છાત્રોને શાળામાં પ્રવેશ આપવાનો છે. ત્યારે શાળા સંચાલકો થર્મલ ગન લેવા દોડી ગયા હતા. જોકે, શાળા સંચાલકોની ગરજ જાણી ગયેલ અનેક વેપારીઓએ થર્મલ ગનના ભાવ રાતોરાત વધારી દીધા હતા. 900ની થર્મલ ગનના 1,100 કરી વધુ 200 રૂપિયા પડાવી ઉઘાડી લુંટ ચલાવી હતી.ગુરૂવારથી ધોરણ 6 થી 8ની શાળા શરૂ થવાની હોય બુક સ્ટોલ પર પાઠ્ય પુસ્તકો લેવા માટે છાત્રો અને વાલીઓએ પહોંચ્યા હતા. જોકે, મોટાભાગના વાલીઓને ધક્કા થયા હતા. કારણ કે સ્કૂલ શરૂ થવાની કોઇ જાણકારી ન હોય બુક સ્ટોલ વાળાએ પાઠ્ય પુસ્તકો મંગાવ્યા જ ન હતા. હવે પુસ્તકો મંગાવ્યા છે જે 20 ફેબ્રુઆરી સુધીમાં આવી જવાનું જણાવાઇ રહ્યું છે.