મુંબઈ ક્રાઈમ બ્રાંચની એન્ટી એક્સટોર્શન સેલે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનાં ડી ગેંગ સામે મોટી કાર્યવાહી કરી તથા ગેંગ સાથે જોડાયેલા 5 લોકોને અરેસ્ટ પણ કર્યા.
મુંબઈ ક્રાઈમ બ્રાંચની એન્ટી એક્સટોર્શન સેલે અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનાં ડી ગેંગ સામે મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાંચે દાઉદ ગેંગ સાથે જોડાયેલા 5 લોકોને અરેસ્ટ કર્યા છે. આ કાર્યવાહી ગેંગસ્ટર છોટા શકીલનાં નજીકના સલીમ ફ્રૂટ અને દાઉદનાં નજીકના રિયાઝ ભાટીની ધરપકડ બાદ થઇ હતી.
- Advertisement -
ગેરવસૂલીનાં મામલામાં રિયાઝ ભાટીને પણ અરેસ્ટ કરવામાં આવ્યો હતો
જણાવી દઈએ કે મુંબઈ પોલીસની ગેરવસૂલી વિરોધી સેલે (એઇસી) 26 સપ્ટેમ્બરનાં રોજ ગેરવસૂલીનાં એક મામલામાં કારોબારી રિયાઝ ભાટીને અરેસ્ટ કર્યો હતો. ભાટીને અંધેરીથી પકડવામાં આવ્યો હતો અને તેની પાસે બે મોબાઈલ ફોન પણ મળ્યા હતા. તે મુંબઈનાં વર્સોવા પોલીસ સ્ટેશનમાં દાખલ ગેરવસૂલીનાં મામલામાં વોન્ટેડ હતો.
Mumbai | Anti Extortion Cell of Mumbai Crime Branch arrested 5 people associated with D gang of underworld don Dawood Ibrahim in connection to extortion case. This comes after the arrest of Salim Fruit, close aide of gangster Chhota Shakeel & Riyaz Bhati, close aide of Dawood
- Advertisement -
— ANI (@ANI) October 11, 2022
1 ઓક્ટોબરના રોજ સલીમ ફ્રૂટને મુંબઈ પોલીસે કસ્ટડીમાં લીધો
મુંબઈ પોલીસે 1 ઓક્ટોબરના રોજ ભાગેડુ બદમાશ છોટા શકીલના સંબંધી સલીમ ઈકબાલ કુરેશી ઉર્ફે સલીમ ફ્રુટને ખંડણીના કેસની તપાસના સંદર્ભમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા કસ્ટડીમાં લીધો હતો. કુરેશી ભાગેડુ બદમાશ દાઉદ ઇબ્રાહિમ અને તેના સહયોગીઓ સામે વિભિન્ન ગેરકાયદેસર ગતિવિધિઓ માટે NIA દ્વારા દાખલ એક મામલામાં કસ્ટડીમાં હતો.
એક ઉદ્યોગપતિની ફરિયાદનાં આધારે પોલીસે કાર્યવાહી કરતા આ બંનેને અરેસ્ટ કર્યા હતા. ઉદ્યોગપતિનું કહેવું હતું કે ભાટી તથા કુરેશીએ તેમની પાસેથી ગેરવસૂલી કરી છે.