ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠનના 7500 જેટલા પદાધિકારીઓને શપથ લેવડાવ્યા હતા. તેમણે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ હવે શોધવાથી પણ મળતી નથી અને લોકો ભાજપથી નારાજ છે.આગામી બે મહિનામાં ગુજરાતમાં આપનું સંગઠન ભાજપના સંગઠન કરતા મોટું થઈ જશે. આગામી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ પાર્ટી પર વાર કરતા કહ્યું હતું કે, હવે ગુજરાતમાં કોંગ્રેસ શોધે પણ મળતી નથી અને આગામી સમયમાં અમારા કાર્યકર્તાઓ બુથ લેવલ સુધી પહોંચી જશે અને એક મહિનામાં અમારા કાર્યકર્તાઓ ભાજપના સંગઠન કરતા પણ મોટું સંગઠન ઉભું કરી નાંખશે.
‘આપ’નું સંગઠન આજે કોંગ્રેસથી અનેકગણું મોટું સંગઠન બની ગયું છે. કોંગ્રેસ કાગળ પર છે.