જાગ્યા પછી કલાકોની મહેનત વચ્ચે જો તમને 20 મિનિટની પણ પાવર નેપ મળે છે તો પછી ઊઠ્યા બાદ શરીરને અદભુત ગતિ મળે છે, જાણે મન અને શરીર ચાર્જ થઇ જાય છે.
- Advertisement -
ઓફિસમાં શરૂ થયું છે ‘રાઈટ ટુ નેપ’
ભારત સ્થિત કંપની વેકફિટે તેના કર્મચારીઓ માટે ઓફિસમાં ‘રાઈટ ટુ નેપ’ શરૂ કરી છે. તેના નિવેદનમાં વેકફિટે કહ્યું છે કે કંપનીના તમામ કર્મચારીઓ માટે બપોરના ર વાગ્યાથી ૨.૩૦ વાગ્યા સુધી સત્તાવાર નેપનો સમય હશે.
ઓફિસમાં જ આરામદાયક નેપ પોડ્સની કરવામાં આવે છે વ્યવસ્થા
આગામી દિવસોમાં કંપની ઓફિસમાં જ આરામદાયક નેપ પોડ્સ અને રિલેક્સ રૂમની વ્યવસ્થા કરવા જઈ રહી છે, જેથી કર્મચારીઓને ‘પરફેક્ટ નેપ એન્વાયરન્મેન્ટ’ મળી શકે. કંપની પાવર નેપની પ્રેક્ટિસ શરૂ કરવા જઈ રહી છે તો આવા સમયે એ જાણવું જરૂરી છે કે પાવર નેપના ફાયદા શું છે?
- Advertisement -
જાણો પાવર નેપના આ અજોડ ફાયદા
– પાવર નેપ લેવાથી શરીર અને મન હળવાશ અનુભવે છે.
– પાવર નેપ લીધા પછી તમે આગામી 6 કલાક માટે સક્રિય અને એક્ટિવ રહી શકશો.
– પાવર નેપ લેવાથી મૂડ સારો રહે છે, જે ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવામાં મદદ કરે છે.
– પાવર નેપ પુખ્ત વયના લોકો માટે ઘણી રીતે ફાયદાકારક છે.
– પાવર નેપ લેવાથી હાર્ટ હેલ્ધી રહે છે, સ્ટ્રેસ ઓછો થાય છે, સાથે જ હૃદયની બીમારીઓનું જોખમ પણ ઘટે છે. પાવર નેપ માત્ર 20-30 મિનિટ જ લેવી
– પાવર નેપ 30 મિનિટથી વધુ ન હોવી જોઈએ. કારણ કે અડધા કલાકથી વધુ સૂવાના કારણે શરીર ગાઢ નિદ્રામાં જાય છે, જેના કારણે જ્યારે તમે પૂરતી ઊંઘ લીધા વિના જાગશો ત્યારે તમે સુસ્તીનો અનુભવ કરશો.
– પાવર નેપ લેતાં પહેલાં કેફીનયુક્ત વસ્તુઓનું સેવન કરવાનું ટાળો.
– પાવર નેપ વધારે લાંબી ન હોવી જોઈએ. તેથી એલાર્મ સાથે સૂઈ જાઓ.
– પાવર નેપ માટે શાંત જગ્યા પસંદ કરો.