છતનાં નળિયા ઉતારી દુકાનમાંથી 95462ની કિંમતનો ફોન ચોરી ગયા
બાંટવામાં મોબાઇલની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. દુકાનની છતનાં નળિયા ઉતારી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી મોબાઇલ નંગ 20 કિંમત રૂપિયા 95,462ની મત્તાની ચોરી કરી ગયા હતાં. સવારના સાડા નવેક વાગ્યાના સમય દરમ્યાન બનાવની મળતી વિગત મુજબ માણાવદર તાલુકાનાં બાંટવામાં એસબીઆઇ એટીએમ વાળી શેરીમાં આવેલી રાધે નામનો મોબાઇની દુકાનમાં તસ્કરો ત્રાટકયાં હતાં. દુકાનની છતનાં નળિયા ઉતારી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી નવા મોબાઇલ નંગ 20 કિંમત રૂપિયા 95462ની ચોરી કરી ગયા હતાં. આ અંગે દિનેશભાઇ રામચંદભાઇ તન્નાએ બાંટવા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
- Advertisement -
ખોખરડાની સીમમાંથી 3 ફોનની ચોરી
વંથલી તાલુકાનાં ખોખરડા ગામની સીમ વિસ્તારમાંથી બે ફોનની ચોરી થઇ છે. ખોખરડા ગામે રહેતા જયદીપભાઈ રામભાઇ બકોત્રાનો મોબાઇલ આઇફોન 7 પ્લસ કિંમત રૂપિયા 10000, અરજણભાઈ મેમલભાઈ મેતાનો એંડ્રોઈડ મોબાઈલ કિંમત રૂપિયા 5000, કરશનભાઇ રામભાઈ ડાંગરનો એંડ્રોઈડ મોબાઈલ કિંમત રૂપિયા 5000 અને વારસુરભાઈ રામભાઈ છૈયાના વાડીએ પડેલા કપડાના ખીસ્સમાંથી રોકડ રૂપિયા 1500 મળી કુલ રૂપિયા 21500નાં મુદામાલની અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતાં.
- Advertisement -