By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    4 hours ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    6 hours ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    1 day ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    2 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    3 hours ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    1 day ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    1 day ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    2 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    2 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    3 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    3 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    5 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 day ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    3 hours ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    3 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એકતા કપૂરની સફળતામાં રાજકોટિયનનો સિંહફાળો!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > એકતા કપૂરની સફળતામાં રાજકોટિયનનો સિંહફાળો!
AuthorParakh BhattTALK OF THE TOWNબોલીવુડ

એકતા કપૂરની સફળતામાં રાજકોટિયનનો સિંહફાળો!

Khaskhabar Editor
Last updated: 2022/02/09 at 4:58 PM
Khaskhabar Editor 6 years ago
Share
8 Min Read
SHARE
ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી, કસૌટી જિંદગી કે, પવિત્ર રિશ્તા, જોધા અકબર, નાગિન-1, નાગિન-2, કવચ, ચંદ્રનંદિની, આરંભ, કાલભૈરવ જેવી કુલ 30થી પણ વધુ સુપરહિટ ટીવી સીરિયલો તેમજ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર નિર્મિત ‘યુગપુરુષ’, કોડમંત્ર, કૌટિલ્ય, ચક્રવર્તી, મને ભીંજવે તુ, પપ્પા પધરાવો સાવધાન સહિત 13થી પણ વધુ બ્લોકબસ્ટર નાટકો અને ‘ક્રિષ્ના કોટેજ’ જેવી બોલિવૂડ હોરર ફિલ્મની સફળતા રાજેશ જોશીને ફાળે જાય છે…
મુંબઈની ચાલથી શરૂ કરીને વાયા રાજકોટ થઈ, એકતા કપૂરને પણ મેગા-સક્સેસ અપાવનાર રાજેશ જોશીની અંગત વાતો કોઇ મસાલેદાર ફિલ્મી સ્ટોરીથી કમ નથી

પરખ ભટ્ટ

Contents
ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી, કસૌટી જિંદગી કે, પવિત્ર રિશ્તા, જોધા અકબર, નાગિન-1, નાગિન-2, કવચ, ચંદ્રનંદિની, આરંભ, કાલભૈરવ જેવી કુલ 30થી પણ વધુ સુપરહિટ ટીવી સીરિયલો તેમજ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર નિર્મિત ‘યુગપુરુષ’, કોડમંત્ર, કૌટિલ્ય, ચક્રવર્તી, મને ભીંજવે તુ, પપ્પા પધરાવો સાવધાન સહિત 13થી પણ વધુ બ્લોકબસ્ટર નાટકો અને ‘ક્રિષ્ના કોટેજ’ જેવી બોલિવૂડ હોરર ફિલ્મની સફળતા રાજેશ જોશીને ફાળે જાય છે…મુંબઈની ચાલથી શરૂ કરીને વાયા રાજકોટ થઈ, એકતા કપૂરને પણ મેગા-સક્સેસ અપાવનાર રાજેશ જોશીની અંગત વાતો કોઇ મસાલેદાર ફિલ્મી સ્ટોરીથી કમ નથી

વિશ્ર્વનાં ખૂણેખૂણામાં જઈને વસેલા ભારતીય અને એમાંય ખાસ કરીને ગુજરાતી પરિવારને ‘ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી’ કે ‘કસૌટી ઝિંદગી કે’ વિશે યાદ અપાવવાની જરૂર જ નથી, કારણકે આપણે સૌએ 2000ની સાલથી 2007 સુધી તુલસી, કોમોલિકા, મિહિર અને પ્રેરણાને ટીવી પર જોયા છે અને ફક્ત એટલું જ નહીં, સાથોસાથ એમને જીવ્યા પણ છે! સીરિયલનાં એ પાત્રોની આંખોમાંથી આંસુ નીકળે ત્યારે ટીવી-સ્ક્રીનની સામે બેસેલી આંખો પણ અચૂક ભીની થાય. આવી લાગણીશીલ અને સુપરહિટ સીરિયલો લખવા પાછળ એક રાજકોટિયનનું મગજ દોડ્યું છે એમ હું કહું તો તમે માની શકશો?
જી હાં. આ વાત છે, મુંબઈમાં રહેતાં નખશીખ ગુજરાતી લેખક રાજેશ જોશી વિશે! માત્ર લેખક કહીશ તો યોગ્ય નહીં જ ગણાય. હી ઈઝ અ સિલેબ્રિટી રાઇટર! ભલભલા હીરો-હીરોઈનની કરિયર બનવા પાછળ એમનાં ચોટદાર સંવાદો, વાર્તા અને સ્ક્રિનપ્લેએ મહત્વની ભૂમિકા ભજવી છે. મુંબઈની 180 સ્ક્વેર ફૂટની ચાલથી શરૂ કરીને વાયા રાજકોટ થઈ, એકતા કપૂરને પણ મેગા-સક્સેસ અપાવનાર રાજેશ જોશીની અંગત વાતો કોઇ મસાલેદાર ફિલ્મી સ્ટોરીથી કમ નથી.
એમના પિતા મનસુખભાઈ જોશી પોતે એ જમાનામાં ‘ઇન્ડિયન નેશનલ થિયેટર’(ઈંગઝ) સાથે જોડાયેલા હતાં. રાજેશભાઈને બે સગા ભાઈ – શરદ અને તુષાર. રાજેશભાઈ છઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે તેમનાં મોટાભાઈ શરદ જોશીને ટીબીનો રોગ લાગુ પડ્યો. એમનું મોસાળ રાજકોટમાં એટલે મનસુખભાઈ સિવાયનો સમગ્ર પરિવાર રાજકોટ આવી ગયો. અહીંની ચૌધરી હાઇસ્કૂલમાં રાજેશભાઈએ એડમિશન લીધું. છઠ્ઠું અને સાતમું ધોરણ ત્યાં ભણ્યા.
વર્ષો સુધી મુંબઈ રહેવાને લીધે એમને રાજકોટમાં ખાસ્સો એવો કલ્ચર ડિફરન્સ જોવા મળ્યો હતો. લોકો અલગ, એમની વાતચીત કરવાની સ્ટાઇલ પણ અલગ. કપડાં, રહેણીકરણી, બોલી, સ્વભાવ, રીતભાત બધું જ અલગ. સંગત એવી અસર! સ્કૂલેથી છૂટીને બધા જ મિત્રો રખડવા નીકળી પડતાં. સાથે બેસીને બીડીનો કશ ફૂંકી લેતા. એમનાં માતુશ્રી ઇન્દુબેનનું બધું ધ્યાન મોટા દીકરા શરદભાઈનાં ઈલાજ પર! એટલે સ્વાભાવિક રીતે વહેલી સવારે ઘેરથી નીકળી જાય, આખો દિવસ હોસ્પિટલમાં રહે અને સાંજ પડ્યે ઘેર પાછા ફરે.
સ્કૂલ પૂરી થાય કે તરત જ રાજેશભાઈ અને એમનાં ક્લાસમેટ્સ ભાડાની સાઈકલો લઈને રાજકોટનાં રસ્તા ખૂંદી વળે! એક જ ધ્યેય. રાજકોટનો એકેય રસ્તો નજરમાંથી ચૂકી ન જવો જોઇએ! મુંબઈમાં સારા ગુણ મેળવીને ઉત્તીર્ણ થનારા રાજેશભાઈએ રાજકોટ આવીને ભણતરને લગભગ બાય-બાય કહી દીધું હતું. ફાઇનલ એક્ઝામમાં 40 માર્ક્સ આવી જાય તોય ઘણું! જાહેર રજા અને રવિવારે તો પાછી આ બધી મસ્તીમાં વધારો થાય. ઝાડમાંથી નીકળતાં ગુંદરને ભેગું કરી એનો બોલ બનાવે, મેદાનમાં ક્રિકેટ રમે, અમુક વખત મારામારી પર પણ ઉતરી આવે.
નાનપણમાં તુષાર સાથે બનેલા એક હાસ્યાસ્પદ પ્રસંગને યાદ કરતાં રાજેશભાઈ જણાવે છે કે, નાનો ભાઈ તુષાર રડતો-રડતો ઘેર આવ્યો. એ લોહીલુહાણ હતો. કેટલાક છોકરાઓએ એને સાંકળથી માર્યો હતો. પછી તો શું?! અમે બધા બખ્ખમ-બખ્ખી પર ઉતરી આવ્યા. મેં અને મારા મિત્રોએ રાજકોટ ગજવ્યું હતું એ દિવસે!
બે વર્ષ સુધી રાજકોટનાં રંગમાં પૂરેપૂરા રંગાયા બાદ તેમણે કમને મુંબઈ પાછું જવું પડ્યું. પરંતુ અહીંનો રંગ એવો તે ચડી ગયો હતો કે ન પૂછો વાત! આઠમા ધોરણમાં મુંબઈની આઇડિયલ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો ત્યારે ત્યાંના છોકરાઓ રાજેશભાઈ અને તુષારભાઈને જોઇને લગભગ ગભરાઈ ગયા હતાં. આટલી હદ્દનુ બિંદાસ્ત, નિર્ભીક અને અલ્લડ વ્યક્તિત્વ તેમને કદાચ રાસ નહોતું આવી રહ્યું. ધીરે-ધીરે બધું ગોઠવાતું ગયું.
ત્યારબાદ તો, કોલેજકાળમાં લેક્ચર્સ બંક કરીને નાટકો, ફિલ્મો જોવાનો સિલસિલો શરૂ થયો. રાજેશભાઈનાં ધર્મપત્ની સુરાલીબેન ઢેબર સાથેની એમની લવસ્ટોરી પણ એ દરમિયાન શરૂ થઈ ચૂકી હતી. અભ્યાસમાંથી મન ઉઠતું ગયું કારણકે નાટકોમાં નાના નાના રોલ મળવા લાગ્યા હતાં અને એમને ખૂબ મજા પડતી! આમ છતાં ઘરની જવાબદારીઓને લીધે તેમણે ચાર્ટડ્ અકાઉન્ટન્ટ્સ (સીએ)નો અભ્યાસ અને નોકરીને નાટકો કરતાં વધુ પ્રાધાન્ય આપ્યું. સુરાલીબેન સાથે લવમેરેજ કર્યા બાદ તેમને સંતાનમાં બે દીકરા-નિહાર અને હર્ષિતનો જન્મ થયો. નાટકોમાં કામ વધુ રહેતાં તેમણે આખરે નોકરી છોડવાનો નિર્ણય કર્યો. વિપુલ મહેતા, સંજય ગોરડિયા, ભારતીય વિદ્યાભવનનાં પ્રણેતા ગિરીશ દેસાઈ ઉર્ફે ભાઉસાહેબ સાથે નાટકો કરીને તેઓ એ ક્ષેત્રનાં તમામ પાસાઓને વધુ ઉંડાણપૂર્વક સમજવા લાગ્યા. ડિરેક્શન અને પ્રોડક્શન બાબતે તેઓ હવે એક્કા બની ગયા હતાં. હજુ પણ લેખનક્ષેત્ર સાથે એમનો કોઇ નાતો નહોતો જોડાયો.
એ સમયે વિપુલ મહેતા બાલાજી પ્રોડક્શન્સ માટે ‘કેપ્ટન હાઉસ’ સીરિયલ લખી રહ્યા હતાં. એમણે રાજેશ જોશીને પણ લેખન કરવા અંગે સલાહ આપી. વિપુલ મહેતાનાં આગ્રહથી રાજેશભાઈ એક દિવસ એકતા કપૂરને મળવા એમનાં પ્રોડક્શન હાઉસ પર પહોંચ્યા. તેમણે પોતાનો વિષય એકતાને સંભળાવ્યો. પરંતુ એકતા કપૂરે રાજેશભાઈને બીજા ચાર-પાંચ નવા ટ્રેક અને ટ્વિસ્ટ સાથે ફરી વખત સ્ટોરીનું નરેશન કરવા જણાવ્યું. ચાર દિવસ પછી તેઓ પોતાનાં હાથમાં પંચાવન પાનાંની સ્ક્રિપ્ટ લઈને એકતા પાસે પહોંચી ગયા. આખી સ્ક્રિપ્ટનો ડિટેઇલ્ડ અભ્યાસ કર્યા પછી એકતાએ રાજેશભાઈને બાલાજી પ્રોડક્શન્સ માટે સીરિયલ લખવાની ઓફર આપી. રાજેશ જોશી અને વિપુલ મહેતા બંને સંયુક્ત રીતે આ પ્રોજેક્ટમાં જોડાયા. તમિલ ભાષામાં શરૂ થયેલી ‘પવિત્ર બંધનમ્’ નામની એ સીરિયલ ખૂબ વખાણાઈ. આથી બાદમાં તેનું હિન્દી રૂપાંતર ‘કોશિશ એક આશા’ પણ કરવામાં આવ્યું. હવે વારો આવ્યો ‘ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી’નો!
એકતા કપૂરને કંઈક મસ્તમજાનો ફેમિલી-ડ્ર્રામા શો જોઇતો હતો. રાજેશભાઈ એક નવી સ્ક્રિપ્ટ તૈયાર કરીને બાલાજી ગયા. એકતાએ તો કોન્સેપ્ટ સાંભળતાંવેંત એને લીલીઝંડી આપી દીધી. રાજેશભાઈ પોતે એક સારા લેખક ઉપરાંત ઉત્તમ અભિનેતા પણ ખરા. ‘ક્યોંકિ..’માં તેમણે પિંકુ ખત્રી નામે એક પાત્ર ઉભું કર્યુ, જેનો કિરદાર તેઓ પોતે નિભાવી રહ્યા હતાં. ત્રણ વર્ષથી પણ વધુ સમય (781 એપિસોડ) સુધી ‘ક્યોંકિ’ લખ્યા બાદ રાજેશભાઈનાં એકતા કપૂર સાથેનાં મતભેદો વધી ગયા. આખરે એમણે પોતાનાં સૌથી સુપરહિટ શોને તિલાંજલી આપી દીધી. પરંતુ એકતા એમ કંઈ રાજેશભાઈને જવા દે એમ નથી. ક્યોંકિની શરૂઆત રાજેશભાઈએ કરી હતી એટલે એકતા કપૂરનો આગ્રહ એવો હતો એનો અંત પણ રાજેશભાઈ જ કરે! આથી જ્યારે સીરિયલ પૂરી થઈ એ વખતનાં એપિસોડ્સ રાજેશભાઈએ લખ્યા. એ પછી તો મોટાભાગની પોપ્યુલર હિન્દી ચેનલ સાથે કામ કર્યુ. ઘણી બધી સીરિયલો (કસૌટી ઝિંદગી કે, કુસુમ, કોઇ અપના સા, હંસના મત, પવિત્ર રિશ્તા, બંદિની, પરિચય, તેરે લિયે, સારથિ, તીન બહુરાનિયાં, બહેને, શોર, સોલહ શૃંગાર, રહે તેરા આશિર્વાદ, નાગિન-1, નાગિન-2, જોધા અકબર, કવચ, સ્મૃતિ, શહેનાઈ, ધર્મપત્ની, ચંદ્રનંદિની, કાલભૈરવ, આરંભ વગેરે) તેમણે લખી. પુષ્કળ નાટકો કર્યા. બાલાજી પ્રોડક્શન્સ માટે હોરર ફિલ્મ ‘ક્રિષ્ના કોટેજ’ લખી. ડિરેક્ટર તરીકે ‘કોડમંત્ર’ અને ‘યુગપુરુષ’ નામનાં ખૂબ સફળ નાટકો એમને ફાળે ગયા.
આટઆટલી સફળતા મેળવ્યા પછી પણ તેઓ હજુ રાજકોટનાં સંસ્મરણો વાગોળવાનું ક્યારેય ચૂકતાં નથી. બે વર્ષ દરમિયાન એમણે જીવેલું અલગારી જીવન લેખન અને દિગ્દર્શનમાં ઘણું કામ આવ્યું. અહીંની હવામાં રહેલી બેફિકરાઈ, મોજમસ્તી, લાગણીમાં તરબોળ સંબંધો અને જીભે વસેલી મીઠાશ તેઓ ક્યારેય નહીં ભૂલે! હજુ તો એટલા બધા કિસ્સાઓ બાકી રહી ગયા છે કે જેની વાત કરવા જઈએ તો કદાચ ત્રણ-ચાર અઠવાડિયાઓ સુધી સળંગ લખી શકાય. પરંતુ આજે અહીં વિરામ આપીએ.

- Advertisement -

You Might Also Like

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન

સૌથી ઉત્તમ કોણ ?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફી ન ભરે તેના ઓનલાઇન ક્લાસ બંધ!
Next Article ઋતુ મુજબ ફૂડ હેબિટ: સ્વાસ્થ્યની માસ્ટર-કી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
Author

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
Author

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?