By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    2 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    2 days ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    3 days ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    4 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    2 days ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    3 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    3 days ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    4 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    4 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    5 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    5 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    7 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    2 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    5 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આગામી તા.1 થી 12 મે દરમિયાન અમદાવાદમાં જામશે ફૂટબોલ જંગ: છ ટીમો મેદાનમાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > આગામી તા.1 થી 12 મે દરમિયાન અમદાવાદમાં જામશે ફૂટબોલ જંગ: છ ટીમો મેદાનમાં
સ્પોર્ટ્સ

આગામી તા.1 થી 12 મે દરમિયાન અમદાવાદમાં જામશે ફૂટબોલ જંગ: છ ટીમો મેદાનમાં

Khaskhabar Editor
Last updated: 2024/04/25 at 5:40 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

રાજયસભા સાંસદ પરિમલ નથવાણીએ પ્રથમ ગુજરાત સુપર લીગ ટ્રોફીનું અનાવરણ

રાજકોટ,તા.25

- Advertisement -

ગુજરાત સુપર લીગ (GSL) એ ગુજરાત રાજ્યમાં ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલની એક મોટી પહેલ છે. GSL માટેની પ્રતિષ્ઠિત ટ્રોફીનું રાજ્યસભા સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA)ના પ્રમુખ પરિમલ નથવાણી દ્વારા ભારે ધામધૂમથી અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે GSLમાં ભાગ લેનારી ટીમના માલિકો, પ્રાયોજકો અને સમર્થકો હાજર રહ્યા હતા.નથવાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રથમ વખત ફ્રેન્ચાઈઝી આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતમાં ફૂટબોલની રમતને મજબૂત કરવા માટે GSFAની આ એક મોટી પહેલ છે.

ટુર્નામેન્ટમાં જે છ ટીમ ભાગ લેશે તે છે: અમદાવાદ એવેન્જર્સ (ગોડ TMT અને વિવાન ધ રાઈટ સ્ટીલ પ્રાઈવેટ લિમિટેડ), ગાંધીનગર જાયન્ટ્સ (ANVI સ્પોર્ટ્સ), કર્ણાવતી નાઈટ્સ (ધ એડ્રેસ), સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ (અક્ષિતા કોટન લિમિટેડ અને બીલાઇન), સુરત સ્ટ્રાઇકર્સ (લોયલ ઇક્વિપમેન્ટ્સ લિમિટેડ), વડોદરા વોરિયર્સ (કે એન્ડ ડી કોમ્યુનિકેશન લિમિટેડ).

નથવાણીએ જણાવ્યું હતું કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત ફૂટબોલમાં હજુ ઘણું પાછળ છે. ગુજરાત સુપર લીગ રાજ્યમાં ફૂટબોલની લોકપ્રિયતા વધારવા માટેની નાનકડી પહેલ છે. GSLમાં હાલ છ ટીમ છે પરંતુ આગામી ત્રણ-ચાર વર્ષમાં અમે ટીમની સંખ્યા વધારીને 12 સુધી લઇ જવાનું આયોજન ધરાવીએ છીએ.

- Advertisement -

GSLના મુખ્ય પ્રાયોજક અને સહયોગી સ્પોન્સર તરીકે અનુક્રમે ગુજરાત પ્રવાસન નિગમ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત છે. ટ્રોફી અનાવરણ પ્રસંગ રાજ્યમાં ફૂટબોલને આગળ વધારવાની સામૂહિક પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ લીગમાં ભારતના 10 રાજ્યોના ફૂટબોલ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. GSLથી ગુજરાતના ફૂટબોલ ખેલાડીઓને સમૃદ્ધ અનુભવ તેમજ એક્સપોઝરનો લાભ મળશે.

આ તમામ છ ટીમ અતૂટ સમર્પણ સાથે 15 એપ્રિલથી IIT,PDEU અને GFC ના મેદાન પર તેમની કૌશલ્યને નિખારી રહી છે. દરેક પ્રેક્ટિસ સેશન ગુજરાતને ફૂટબોલની શ્રેષ્ઠતા તરફ લઈ જવાની અદમ્ય ભાવનાનો પુરાવો છે.
GSL ટુર્નામેન્ટ 1 મે થી 12મી મે દરમિયાન અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડિયા ખાતે યોજાવાની છે. મેચના દિવસો 1, 2, 4, 5, 8, 10 મે છે. ફાઇનલ 12 મી મે ના રોજ રમાશે. EKA મેચો આશાસ્પદ અને રોમાંચક બનવાની છે અને ફૂટબોલના ઉત્સાહીઓને કેટલીક અવિસ્મરણીય ક્ષણો પૂરી પાડશે.

દરેક ટીમ એકબીજા સામે એક મેચ રમશે અને ટોચની બે ટીમ 12 મે ના રોજ સાંજે 7 વાગ્યે ફાઇનલ મેચ રમશે. GSLમાં વિજેતા ટીમને રૂ.11 લાખનું ઇનામ આપવામાં આવશે, જ્યારે રનર્સ અપ રહેનારી ટીમને રૂ.5 લાખનું ઇનામ મળશે. આ સાથે જ, સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરાનારા ખેલાડીઓને જુદી-જુદી આઠ કેટેગરીમાં રૂ.25,000નું ઇનામ આપવામાં આવશે, તેમજ દરેક મેચના પ્લેયર ઑફ ધ મેચને રૂ. 5,000નું ઇનામ આપવામાં આવશે. ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે પ્રેક્ટીસથી શરૂ કરીને ફાઇનલ મેચ સુધી દરેક દિવસનું રૂ. 1500-2000 સુધીનું દૈનિક ભથ્થું આપવામાં આવશે, એમ GSFAના ઓનરરી જનરલ સેક્રેટરી શ્રી મૂળરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.GSLટ્રોફીના અનાવરણ સાથે, હવે સંપૂર્ણ ધ્યાન ટૂર્નામેન્ટ પર કેન્દ્રીત થાય છે. ગુજરાતમાં ફૂટબોલ માટેનો ઉત્સાહ તેની ચરમસીમાએ પહોંચ્યો છે અને ફૂટબોલના કૌશલ્યને પ્રદર્શિત કરવા માટેનો મંચ હવે સંપૂર્ણ રીતે સજ્જ છે.

GSFAના ઓનરરી જનરલ સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમાએ ટ્રોફી અનાવરણની વિધિનું સંચાલન કર્યું હતું. આ પ્રસંગે GSFAના હોદ્દેદારો તથા એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. GSLની મેચો માટેની સિઝન ટિકિટની કિંમત રૂ. 499 રાખવામાં આવી છે, જ્યારે ફાઇનલ મેચની ટિકિટની કિંમત રૂ. 399 રાખવામાં આવી છે. ટિકિટ BookMyShow પરથી મળી શકશે.

You Might Also Like

રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ

ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે

મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક

T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું

આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું

TAGGED: ahmedabad, EKA, FOOTBALL, GSL, TMT
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભગવાન મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે જૈન ભોજનાલયને 1 કરોડનું અનુદાન
Next Article દારૂની મહેફિલ માણ્યા બાદ નોનવેજ બનાવવા મુદે ડખ્ખો થતાં યુવકને રહેસી નાખ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
સ્પોર્ટ્સ

ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
સ્પોર્ટ્સ

મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?