આધારકાર્ડની કામગીરી શરૂ થતા લોકોને રાહત
ખાસ ખબરસંવાદદાતા
- Advertisement -
મેંદરડા શહેર તથા તાલુકાના ગામડાઓમાંથી આવતા લોકોને હોસ્પિટલ, શિક્ષણ, આર્થિક સહાય વૃદ્ધો અને વડીલોને આધાર કાર્ડમાં જરૂરી ફેરફારો કરાવવા, આધાર કાર્ડ લિંક કરાવવા સહિતની અનેક સમસ્યાઓ ઉભી થયેલ હતી.આ અંગે અનેક ફરિયાદો ઉઠી હતી.
લોકો દ્વારા તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવેલા ન હતા. લોકોની મુશ્કેલીઓ દિન-પ્રતિદિન વધતી જતી હતી. ત્યારે જૂનાગઢ જીલ્લા પંચાયત સદસ્ય હરેશભાઈ ઠુંમરને આ અંગે જાણ થતાં લેખિત રજૂઆત મેંદરડા મામલતદારને કરી હતી. અને ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવતાં એક જ દિવસમાં આધારકાર્ડને લગતી સમસ્યાનો સુખદ અંત આવ્યો હતો. આ બાબતે મેંદરડા ગ્રામ પંચાયતના સરપંચ જે.ડી. ખાવડુ, પરસોત્તમ ઢેબરીયા, અશ્વિન મહેતા, કમલેશભાઈ મહેતા, મહેશભાઈ અપારનાથી, સહિતનાઓએ આઇ.સી.ડી.એસ આધારકાર્ડની કામગીરીની કચેરીએ રૂબરૂ મુલાકાત કરી હતી.આગામી દિવસોમાં લોકોના હિત માટે મેંદરડા ગ્રામ પંચાયતના સરપંચ જે.ડી ખાવડુ સાથે ચર્ચા કરી ગ્રામ પંચાયત કચેરી ખાતે પણ આધાર સેન્ટર શરૂ કરવામાં આવે તેવી તૈયારી કરવામાં આવી રહી છે.


