યુક્રેન-રશિયા યુદ્ધથી મોંઘવારી વધી
24 ફેબ્રુઆરીથી શરૂ થયેલું યુક્રેન-રશિયા યુદ્ધ 14 દિવસથી ચાલી રહ્યું છે. આ યુદ્ધને કારણે આગામી દિવસોમાં મોંઘવારી વધુ વધી શકે છે. આ યુદ્ધને કારણે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલનો ભાવ 140 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે, જે છેલ્લાં 14 વર્ષમાં ઓલ ટાઈમ હાઈ ભાવ છે. ક્રૂડ ઓઈલ મોંઘું થવાના કારણે આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધવાની શક્યતા છે. આ સિવાય ડોલર સામે રૂપિયો પણ સૌથી નબળી સ્થિતિમાં પહોંચી ગયો છે. અત્યારે 1 ડોલરની કિંમત રૂ, 77ને પાર થઈ ગઈ છે. આ સંજોગોમાં પણ મોંઘવારી વધી શકે છે. આ સિવાય નેચરલ ગેસ મોંઘો થવાથી આવનારા દિવસોમાં LPG-CNGના ભાવ પણ વધી શકે છે. એ ઉપરાંત મેટલની કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અમે તમને જણાવીએ છીએ કે આ મોંઘવારીને કારણે સામાન્ય જનતાને શી અસર થશે. સૌથી પહેલા આપણે જાણીએ ક્રૂડ ઓઈલ મોંઘું થવાને કારણે તમને શી અસર થશે?
રશિયા ઓઈલ અને નેચરલ ગેસનું એક મેજર પ્રોડ્યુસર છે. યુરોપિયન યુનિયનના નેચરલ ગેસ ઈમ્પોર્ટના લગભગ 40% સપ્લાય રશિયા કરે છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારાથી પેટ્રોલ-ડીઝલ મોંઘાં થશે. એને કારણે ટ્રાન્સપોર્ટ વધી જશે અને એને કારણે ખાણી-પીણીનો સામાન મોંઘો થઈ શકે છે. ક્રૂડ ઓઈલના ભાવ 140 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે.
જે 14 વર્ષની સૌથી ઊંચી સપાટીએ છે.


