– લાઈટ ગુલ, ફ્લાઇટ રદ થવાથી 70 મિલિયન લોકો પ્રભાવિત
અમેરિકામાં અત્યારે કાતિલ બરફના તોફાનના કારણે ઘણા રાજ્યોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. હાલમાં લાખો લોકોને વીજળી વિના જીવન જીવવું પડે છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.
- Advertisement -
અમેરિકાના પૂર્વ ભાગમાં બરફના તોફાન અને જોરદાર પવનોને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સંશોધકો દ્વારા તેને છેલ્લા કેટલાક વર્ષોનું સૌથી ખરાબ તોફાન પણ કહેવામાં આવી રહ્યું છે. જેના કારણે વાહનવ્યવહાર ખુબ પ્રભાવિત થયો છે અને લગભગ 7 કરોડ લોકોને વીજળી વિના જીવન જીવવું પડી રહ્યું છે. ન્યૂયોર્ક અને બોસ્ટન જેવા મોટા શહેરોમાં સ્થિતિ સૌથી ખરાબ છે. ન્યુ યોર્ક અને મેસેચ્યુસેટ્સના સૌથી વધુ અસરગ્રસ્ત ભાગોમાં સાંજ સુધીમાં બે ફૂટ બરફ જામી ગયો હતો, જેમાં મેસેચ્યુસેટ્સમાં 95,000 થી વધુ ઘરો વીજળી વિહીન થઇ ગયા છે.
બરફીલા વાતાવરણની અસર ફ્લોરિડાના દક્ષિણ ભાગ સુધી જોવા મળી રહી છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડમાં એક મહિલા તેની કારમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. ન્યૂ યોર્કની શેરીઓમાં બરફ દૂર કરવાના મશીનો જોવા મળી રહ્યા છે. અહીંના મધ્ય ભાગમાં 7.3 ઈંચ સુધી બરફ પડ્યો છે. જેના કારણે પ્રાદેશિક ટ્રેનો આંશિક રીતે બંધ કરવામાં આવી છે. ટાઇમ્સ સ્ક્વેરના પ્રખ્યાત હોર્ડિંગ્સ બર્ફીલા પવનથી ઢંકાયેલા જોવા મળ્યા છે.