કોરોનાની ત્રીજી લહેરે આખા વિશ્વમાં અત્યારે તબાહી મચાવી છે, ત્યારે આજે વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 35.59 કરોડને વટાવી ગઈ છે. છેલ્લા બે વર્ષમાં આ મહામારીથી 56,24 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.ભારતમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને અમેરિકાએ તેના નાગરિકોને ત્યાંની કોઈપણ યાત્રા પર પુનર્વિચાર કરવાની સલાહ આપી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગત તા. 25 એ જાહેર કરાયેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં ભારતમાં ગુના અને આતંકવાદને ધ્યાનમાં રાખીને લોકોને વધુ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા કોરોનાને ધ્યાનમાં રાખીને ભારત માટે ટ્રાવેલ હેલ્થ સંબંધિત ત્રીજા સ્તરની નોટિસ જાહેર કર્યા બાદ નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
આ અંગે સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું, ‘જો તમે એફડીએ દ્વારા માન્ય રસીથી ફૂલી વેક્સીનેટેડ હશો તો તમારા કોરોનાથી ચેપ લાગવાનું અને ગંભીર લક્ષણો થવાનું જોખમ ઘટી શકે છે. કોઈપણ આંતરરાષ્ટ્રીય મુસાફરીનું આયોજન કરતા પહેલા કૃપા કરીને રસી અને રસી વગરના પ્રવાસીઓ માટે સીડીસીની ચોક્કસ ભલામણોને ધ્યાનમાં લેવી જોઈએ.’
- Advertisement -
અમેરિકા હજુ પણ કોરોનાના કેસમાં વિશ્વમાં ટોચ પર છે :
વિશ્વમાં છેલ્લા એક દિવસમાં 24.07 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જ્યારે 6,631 લોકોના મોત થયા છે. કોરોનાના નવા સંક્રમિત દર્દીઓમાં 4.65 લાખ દર્દીઓ સાથે અમેરિકા હજુ પણ વિશ્વમાં ટોચ પર છે. જ્યારે ફ્રાન્સ 1.08 લાખ કોરોનાના નવા કેસ સાથે 3 નંબરે છે. દરમિયાન, યુરોપ અને આફ્રિકામાં, કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે.
કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 35.59 કરોડને પાર :
અત્યાર સુધીમાં વિશ્વમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા 35.59 કરોડને વટાવી ગઈ છે. છેલ્લા 2 વર્ષમાં આ રોગચાળામાં 56.24 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન, યુરોપ અને આફ્રિકામાં સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થવાના પણ સારા સમાચાર છે. યુરોપમાં બે દિવસ પહેલા 12.45 લાખ કોરોનાના નવા કેસ હતા, જે ગત તા. 25 ના વહેલી સવારે લગભગ 10 લાખથી વધુ થયા છે.
ઇટાલીના કોવિડ ઇમરજન્સી કમિશનર ફ્રાન્સેસ્કો પાઉલોએ કહ્યું કે, આ કોરોના મહામારીની પીક પસાર થઈ ગઈ છે. ઈટાલીમાંગત તા. 8 જાન્યુઆરીએ સૌથી વધુ 2.28 લાખ કોરોનાના કેસ નોંધાયા હતા, પરંતુ હવે તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેવી જ રીતે, આફ્રિકામાં જ્યાંથી કોરોનાનું ઓમિક્રોન સ્વરૂપ સમગ્ર વિશ્વમાં ફેલાયું છે ત્યાંથી છેલ્લા 2 દિવસમાં નવા કેસોમાં લગભગ ત્રીજા ભાગનો ઘટાડો થયો છે. બે દિવસ પહેલા આફ્રિકામાં લગભગ 30,000 કોરોનાના કેસ નોંધાયા હતા.
- Advertisement -
ઇઝરાયેલની નિષ્ણાંત સમિતિએ ચોથા ડોઝની ભલામણ કરી :
આ નિષ્ણાંત સમિતિએ અમેરિકાના આ સંશોધનને ટાંકીને સરકારને સૂચન કર્યું છે કે, તેમણે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને એન્ટિ-કોવિડ રસીનો ચોથો ડોઝ આપવાનું શરૂ કરવું જોઈએ. બ્રિટને આવતા મહિને ભારતીયો સહીત ફૂલી વેક્સીનેટેડ માટે કોરોના ટેસ્ટની અનિવાર્યતાને હટાવી દીધી છે.