નવા વર્ષને આવકારવા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિશ્વમાં નવા વર્ષની ઉજવણી કરાઈ હતી.
સિડની હાર્બર ખાતે નવા વર્ષની ઉજવણી
- Advertisement -
ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બર ખાતે લગભગ 1 મિલિયન લોકો પરંપરાગત ફટાકડા જોવા માટે પહોંચ્યા હતા. મેલબોર્નમાં નવા વર્ષ પર યારા નદીના કિનારે જોરદાર આતશબાજી કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડ દ્વારા નવા વર્ષ 2025નું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓકલેન્ડના આઇકોનિક સ્કાય ટાવર ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.
41 દેશો ભારત પહેલાં નવા વર્ષની ઉજવણી કરે છે
ન્યુઝીલેન્ડમાં પ્રથમ ઉજવણી
ન્યુઝીલેન્ડનું ઓકલેન્ડ પ્રથમ મોટું શહેર બન્યું, જ્યાં વર્ષ 2025એ દસ્તક આપી. વિશ્વના સૌથી પૂર્વ ભાગમાં સ્થિત હોવાને કારણે, ન્યુઝીલેન્ડ પ્રથમ નવા વર્ષની ઉજવણી કરે છે. અહીં દેશના સૌથી ઊંચા સ્કાય ટાવર પર હજારો લોકોએ ઉજવણી કરી અને ફટાકડા ફોડ્યા.