By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    4 hours ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    5 hours ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    1 day ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    2 days ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમને કોઈ ડરાવી-ધમકાવી ન શકે : રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર
    4 hours ago
    ધર્માંતરણ પછી અનામતનો લાભમળી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
    5 hours ago
    હલકી ગુણવત્તાના એલ્યુમિનિયમ વાસણો પર રોક લગાવશે સરકાર
    5 hours ago
    આમિરના ભાણેજ એકટર ઇમરાન ખાનને ભારત છોડવાનો આદેશ
    5 hours ago
    INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    6 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હવે કોઈપણ વસ્તુ કે માલસામાન ક્યાંય પણ મોકલી કે ક્યાંય પણથી મંગાવી શકાશે : ELT એપ ઈન્સ્ટોલ કરો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > હવે કોઈપણ વસ્તુ કે માલસામાન ક્યાંય પણ મોકલી કે ક્યાંય પણથી મંગાવી શકાશે : ELT એપ ઈન્સ્ટોલ કરો
AuthorBhavy RavalSCIENCE-TECHNOLOGYરાજકોટલાઇફ સ્ટાઇલ

હવે કોઈપણ વસ્તુ કે માલસામાન ક્યાંય પણ મોકલી કે ક્યાંય પણથી મંગાવી શકાશે : ELT એપ ઈન્સ્ટોલ કરો

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 3:12 PM
Khaskhabar Editor 5 years ago
Share
8 Min Read
SHARE

ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિસ : સૌ પ્રથમવાર રાજકોટમાં પ્રારંભ થઈ ચૂક્યો છે

ELT – સમયસર, સસ્તી, સુરક્ષિત, સુવિધાસભર ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિસ પૂરી પાડે છે

ભવ્ય રાવલ

ELT શું છે?

ELT એક લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એપ્લિકેશન છે – ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટ.

Contents
ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિસ : સૌ પ્રથમવાર રાજકોટમાં પ્રારંભ થઈ ચૂક્યો છેELT – સમયસર, સસ્તી, સુરક્ષિત, સુવિધાસભર ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિસ પૂરી પાડે છેભવ્ય રાવલELT શું છે?ELT એપ કઈ રીતે કામ કરે છે?

ELT એપ્લીકેશનની મદદથી રાજકોટ શહેર કે તેની આસપાસનાં પચ્ચીસથી ત્રીસ કિલોમીટર વિસ્તારમાં જેવા કે શાપર, વેરાવળ, મેટોડાથી લઈ છેક કુવાડવા, બામણબોર, પડધરી ગામ સુધી લોકલ ટ્રાન્સપોર્ટ સેવાનો લાભ લઈ શકાય છે.

- Advertisement -

ELT નાં માધ્યમથી કોઈપણ નાનામાં નાની વસ્તુથી લઈ મહાકાય માલસામાન ક્યાંક પણ મોકલી શકાય છે કે ક્યાંય પણથી મંગાવી શકાય છે.

ELT એપ્લિકેશન તમારા વતી પૈસા ચૂકવીને કોઈપણ વસ્તુ કે માલસામાન લઈ આવે છે અને તમારા સુધી એ વસ્તુ કે માલસામાન પહોંચાડે છે.

ELT અન્ય ટ્રાન્સપોર્ટ સર્વિસ કરતા અલગ છે. કારણ કે, તે સમયસર, સસ્તી, સુરક્ષિત અને સુવિધાસભર સેવા આપે છે. ELT પર 24/7 – 365 એડવાન્સ બુકિંગ સિસ્ટમ ઉપલબ્ધ છે.

- Advertisement -

ELT એપમાં વન ક્લિક ઓર્ડર બૂક થઈ જાય છે અને વન ક્લિક ઓર્ડર કરેલા વાહનનું ટ્રેકિંગ પણ કરી શકાય છે.

ELT એપ કઈ રીતે કામ કરે છે?

સૌ પ્રથમ મોબાઈલનાં એપ્લીકેશન સ્ટોરમાં જઈ ELT એપ ડાઉનલોડ કરો, તમારું લોકેશન સેટ કરો. સ્કુટર, રિક્ષા, ઓપન રિક્ષા, છોટા હાથી, મહિન્દ્રા લોર્ડકિંગ, બોલેરો, કાર જેવા 7 પ્રકારનાં 100થી વધુ વાહનો ELT એપમાં ઉપલબ્ધ છે. જેમાંથી જરૂરિયાત મુજબનું વાહન પસંદ કરો. કઈ વસ્તુ મોકલવી છે એ સિલેક્ટ કરો, કહો. ક્યાંથી વસ્તુ લેવાની છે, ક્યાં વસ્તુ પહોચાડવાની છે તેનું એડ્રેસ નાખો. આટલું કર્યા બાદ સીધું જ કેટલા રૂપિયા, કેટલો સમય લાગશે, વાહન અને ડ્રાઈવરની વિગત વગેરેની વિસ્તૃત માહિતી મોબાઈલ સ્ક્રીન પર આવી જશે. ELT એપ્લિકેશનની મદદથી તમે નાનામાં નાની વસ્તુથી લઈ કોઈપણ મોટામાં મોટો માલસામાન રાજકોટ શહેર અને તેના આસપાસનાં વિસ્તારમાં મોકલાવી શકો છો અથવા મંગાવી શકો છો. ELT – ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિસનો લાભ લીધા બાદ તેનું પેમેન્ટ કરવું પણ એકદમ ઈઝી છે. તમે ડિઝિટલ ટ્રાન્ઝેક્શન પણ કરી શકો છો. અને હા, સૌથી વિશિષ્ટની વાત એ કે ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિસ હાલ 30 ટકા જેટલું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. માલસામાનની પૂરી જવાબદારી અને ફૂલપ્રૂફ ડિજીટલ સિસ્ટમ સાથેનું બીલ પણ ELT એપ પરથી મળી રહેશે.

રાજકોટીયનોને ઘણીવાર અને નાની-મોટી પેઢીઓ-કંપનીઓને રોજબરોજ એક સ્થળેથી બીજા સ્થળે કોઈ વસ્તુઓ કે માલસામાન મંગાવવાનો અથવા મોકલાવવાનો હોય છે. આ નાની-મોટી વસ્તુ કે માલસામાનની હેરફેર વખતે સૌથી મોટી સમસ્યા વાહનની ઉભી થતી હોય છે. અને વાહન ન મળવાની, મોડું મળવાની કે મોંઘુ પડવાની સમસ્યા આપણો ઘણો કિંમતી સમય અને પૈસા વેડફી નાખે છે. ક્યારેક કરિયાણું મંગાવવું છે, ક્યારેક કોઈ પુસ્તક કે ફાઈલ મોકલાવી છે તો ક્યારેક ઘર કે ઓફીસનો બધો જ સામાન એક જગ્યાથી બીજી જગ્યાએ બદલાવો-મોકલવાનો છે તો રોજ કારખાનાથી ગોડાઉન સુધી માલનાં ફેરા કરવાના છે. આપણે જોઈએ ત્યારે, આપણા સમયે, આપણી શરતે, આપણા ભાવમાં, આપણા સ્થળ પર, આપણે જોઈતું હોય એ વાહન ઉપલબ્ધ થાય કઈ રીતે? તો તમામ રાજકોટીયનોની માટે તેમની પોતાની ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ઉપલબ્ધ થઈ ચૂકી છે. ELT – ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટ એન્ડ્રોઈડ એપ્લીકેશન આવી ગઈ છે જે એપ્લીકેશનની મદદથી આપ કોઈપણ નાનામાં નાની વસ્તુથી લઈ મસમોટો માલસામાન રાજકોટ શહેર અને તેના આસપાસનાં વિસ્તારમાંથી ક્યાંય પણથી મંગાવી શકશો અને ક્યાંય પણ મોકલાવી પણ શકશો.

ELT યાની કે ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિસનાં સ્થાપક રાહુલભાઈ ભાયાણી (જે.સી. ગ્રુપ ઓફ કંપની) અને ઉદયભાઈ જટાણીયા (બુનબગ ક્રિયેશન) છે, જેઓ છેલ્લા બે વર્ષથી ડિજીટલ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે કાર્યરત થયા છે. જોકે તેમની કંપની જે.સી. ગ્રુપ ઓફ કંપની તો છેક 1962ની સાલથી ટ્રાન્સપોર્ટ સર્વિસ ક્ષેત્રમાં કામ કરી રહી છે. ટ્રાન્સપોર્ટ સર્વિસમાં જ એક કદમ આગળ વધી હવે તેઓએ લોકલ ટ્રાન્સપોર્ટને ઓર્ગેનાઈઝ કરી સારી સર્વિસ, સમયસર સર્વિસ અને સસ્તી – કોસ્ટ ઈફેક્ટિવ સર્વિસ ELT એપના માધ્યમથી રાજકોટની જનતા સમક્ષ લઈ આવ્યા છે. મૂળ રાજકોટનાં જ હોવાથી તેમજ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રનો વિશાળ અનુભવ ધરાવતા હોવાથી તેઓ રાજકોટમાં વાહનો મળવાની સમસ્યા અને લોકોનાં પ્રશ્નોથી સારી રીતે વાકેફ છે. આપણે સૌ જાણીએ છીએ કે, રાજકોટમાં વાહનવ્યવહારની ઉપલબ્ધી સૌથી મોટી તકલીફ હાલનાં સમયમાં છે જેને સરળ કરવા રાહુલભાઈ ભાયાણી અને ઉદયભાઈ જટાણીયાએ ELT એપ ડેવલપ કરી છે.

રાજકોટીયનો માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે રાજકોટ શહેરની આ સૌપ્રથમ ઈઝી ટ્રાન્સપોર્ટ સર્વિસ છે જે સરળ છે, સસ્તી છે, સુરક્ષિત છે અને સૌથી ખાસ કે, સમયસર સેવા આપે છે. ELT નાં સી.ઈ.ઓ. રાહુલભાઈ અને ઉદયભાઈનો હેતુ માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની સર્વિસ આપવાનો છે કારણ કે, રાજકોટમાં ELT ને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, છેલ્લા છ મહિનામાં સાત હજારથી પણ વધુ ગ્રાહકો ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિસનો લાભ લઈ ચૂક્યા છે અને દસ હજારથી પણ વધુ ગ્રાહકો ELT સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલા છે અને આ સુવિધાનો લાભ વાર-તહેવાર કે રોજેરોજ લઈ રહ્યા છે.

ELT નાં સ્થાપક રાહુલભાઈ ભાયાણી જણાવે છે કે, ’અઢી વર્ષ પહેલા ઓનલાઈન બિઝનેસમાં ઝંપલાવવાનો વિચાર કર્યો. બે વર્ષ પહેલા લોકલ ટ્રાન્સપોર્ટને ઓર્ગેનાઈઝ કરવાનો આઈડિયા જન્માવ્યો. દોઢ વર્ષ પહેલા એ આઈડિયાને ઈમ્પ્લીમેન્ટ કરવાનું શરૂ કર્યું. અંતમાં ઓગસ્ટ 2020માં અમે ELT  લોન્ચ કરી. ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિસ. એપ થ્રુ ટ્રાન્સપોર્ટ સર્વિસ મેળવવી આજ દિન સુધી શક્ય નહોતું. ELT સૌ પ્રથમવાર એપ્લીકેશન દ્વારા ટ્રાન્સપોર્ટ સર્વિસ પૂરી પાડી રહ્યું છે, સફળતાપૂર્વક ચલાવી રહ્યું છે. અમારી મુખ્ય બાબતો ઈન્સ્ટન્ટ સર્વિસ, લેસ પ્રાઈઝ અને કસ્ટમર્સ સ્ટેટીફેક્સન છે. પેટ્રોલ અને ડિઝલનાં ભાવ આસમાને પહોંચી રહ્યા છે, માટે જ બજેટ બાબતની તકેદારી જરૂરી બને છે. ક્યારેક પૈસા ખર્ચતા પણ વાહન ઝડપથી ઉપલબ્ધ બનતા નથી. વાહન મળે તો ભાડું પોસાય નહીં. વાહન મળી જાય, ભાડું પોસાય તેમ હોય તો ડ્રાઈવર બરાબર ન હોય, વસ્તુ કે માલની સમયસર અને સૂચવેલા સ્થળ પર ડિલેવરી ન થાય. ડિલેવરી બાદ જોઈએ તો વસ્તુ કે માલમાં ક્ષતિ થઈ ગઈ હોય. રાજકોટીયનોની આવી સમસ્યા સૂલઝાવવા અમે ELT  – ઈઝી ટ્રાન્સપોર્ટ સર્વિસ લઈ આવ્યા છીએ. ઘણી વખત એવું બનતું હોય છે કે પિક અવર્સ દરમિયાન ટ્રાન્સપોર્ટ કંપનીઓ ભાડું વધારી દેતી હોય છે પરંતુ અમે સર્જ પ્રાઈઝિંગ કે કોઈ એકસ્ટ્રા ચાર્જીસ લેતા નથી. અમે બેસ્ટ ટ્રાન્સપોર્ટ સર્વિસ આપીએ છીએ.

રાજકોટ બાદ આવનારા વર્ષોમાં ELT ગુજરાતનાં તમામ મોટા શહેરોમાં જોવા મળશે. અત્યારે ન માત્ર રાજકોટનાં સામાન્ય લોકો જ પરંતુ નામચીન કંપનીઓ પણ પોતાના માલસામાન કે કોઈપણ નાની-મોટી વસ્તુની હેરફેર માટે ELT નો ઉપયોગ કરે છે. ટ્રાન્સપોર્ટ સર્વિસમાં સૌથી અગત્યનું પાસું ડ્રાઈવરો હોય છે. ELTનું મુખ્ય પાસું તેમના બેસ્ટ રાઈડર્સ છે. તેમનો યુનિક ટ્રેનિંગ પ્રોગ્રામ છે. જેમાં રાઈડર્સને ટ્રેનિંગ આપવામાં આવે છે. ELT તેમના રાઈડર્સને અન્ય વાહનચાલકો કરતા વધુ સારી રીતે ટ્રેઈન કરે છે અને સારી સેલેરી આપે છે તેથી જ એજ્યુકેટેડ પર્સન અને કોલેજ સ્ટુડન્ટ પણ ફૂલટાઈમ અથવા પાર્ટટાઈમ ELT માં કામ કરે છે. કોરોનાકાળ ચાલતો હોવાથી સ્વચ્છતાનું ઘણું ધ્યાન રાખવામાં આવે છે અને દરેક વસ્તુ સેનેટાઈઝ કરવામાં આવે છે, દરેક ડ્રાઈવર સ્વચ્છ યુનિફોર્મમાં શિસ્તતા સાથે જોવા મળે છે. www.eltapp.in અને પ્લે સ્ટોરમાં ELT એપ પર આપ ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિસનો લાભ લઈ શકો છો અને ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટનો અનુભવ કરી શકો છો.’

 

You Might Also Like

સરગમ ગોપી રાસોત્સવમાં ઓરકેસ્ટ્રા અને સિંગરોની ધમાકેદાર રમઝટ

ક્લબ યુવીમાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યાઃ મૌલેશભાઈ ઉકાણીનો જન્મદિવસ ઉજવાયો

દિવાનપરા ખીજડા શેરી મામા સાહેબ ગરબી મંડળમાં ભક્તિ સાથે શક્તિની આરાધના

અકિલા બેસ્ટ ઑફ બેસ્ટઃ દશેરાની રઢિયાળી રાત્રે રોમાંચક જંગ રમાશે

RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બિરજુ મહારાજ : ક્ષણ-ક્ષણ નૃત્ય, કણ-કણ નૃત્ય
Next Article માર્ચથી 12થી 14 વર્ષની વયના સગીરોનું રસીકરણ શરૂ કરાશે : નીતિ આયોગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
અમને કોઈ ડરાવી-ધમકાવી ન શકે : રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર
આજી જીઆઇડીસીમાં મેનેજરને ગોળી ધરબી 1.53 કરોડની લૂંટ : રાજસ્થાનથી 4 આરોપીની ધરપકડ
ધર્માંતરણ પછી અનામતનો લાભમળી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
રાજકોટમાં બે વર્ષની બાળકીને માતાએ જ પાંચમા માળેથી ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી હતી
સરગમ ગોપી રાસોત્સવમાં ઓરકેસ્ટ્રા અને સિંગરોની ધમાકેદાર રમઝટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

સરગમ ગોપી રાસોત્સવમાં ઓરકેસ્ટ્રા અને સિંગરોની ધમાકેદાર રમઝટ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

ક્લબ યુવીમાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યાઃ મૌલેશભાઈ ઉકાણીનો જન્મદિવસ ઉજવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

દિવાનપરા ખીજડા શેરી મામા સાહેબ ગરબી મંડળમાં ભક્તિ સાથે શક્તિની આરાધના

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?