ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિસ : સૌ પ્રથમવાર રાજકોટમાં પ્રારંભ થઈ ચૂક્યો છે
ELT – સમયસર, સસ્તી, સુરક્ષિત, સુવિધાસભર ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિસ પૂરી પાડે છે
ભવ્ય રાવલ
ELT શું છે?
ELT એક લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એપ્લિકેશન છે – ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટ.
ELT એપ્લીકેશનની મદદથી રાજકોટ શહેર કે તેની આસપાસનાં પચ્ચીસથી ત્રીસ કિલોમીટર વિસ્તારમાં જેવા કે શાપર, વેરાવળ, મેટોડાથી લઈ છેક કુવાડવા, બામણબોર, પડધરી ગામ સુધી લોકલ ટ્રાન્સપોર્ટ સેવાનો લાભ લઈ શકાય છે.
- Advertisement -
ELT નાં માધ્યમથી કોઈપણ નાનામાં નાની વસ્તુથી લઈ મહાકાય માલસામાન ક્યાંક પણ મોકલી શકાય છે કે ક્યાંય પણથી મંગાવી શકાય છે.
ELT એપ્લિકેશન તમારા વતી પૈસા ચૂકવીને કોઈપણ વસ્તુ કે માલસામાન લઈ આવે છે અને તમારા સુધી એ વસ્તુ કે માલસામાન પહોંચાડે છે.
ELT અન્ય ટ્રાન્સપોર્ટ સર્વિસ કરતા અલગ છે. કારણ કે, તે સમયસર, સસ્તી, સુરક્ષિત અને સુવિધાસભર સેવા આપે છે. ELT પર 24/7 – 365 એડવાન્સ બુકિંગ સિસ્ટમ ઉપલબ્ધ છે.
- Advertisement -
ELT એપમાં વન ક્લિક ઓર્ડર બૂક થઈ જાય છે અને વન ક્લિક ઓર્ડર કરેલા વાહનનું ટ્રેકિંગ પણ કરી શકાય છે.
ELT એપ કઈ રીતે કામ કરે છે?
સૌ પ્રથમ મોબાઈલનાં એપ્લીકેશન સ્ટોરમાં જઈ ELT એપ ડાઉનલોડ કરો, તમારું લોકેશન સેટ કરો. સ્કુટર, રિક્ષા, ઓપન રિક્ષા, છોટા હાથી, મહિન્દ્રા લોર્ડકિંગ, બોલેરો, કાર જેવા 7 પ્રકારનાં 100થી વધુ વાહનો ELT એપમાં ઉપલબ્ધ છે. જેમાંથી જરૂરિયાત મુજબનું વાહન પસંદ કરો. કઈ વસ્તુ મોકલવી છે એ સિલેક્ટ કરો, કહો. ક્યાંથી વસ્તુ લેવાની છે, ક્યાં વસ્તુ પહોચાડવાની છે તેનું એડ્રેસ નાખો. આટલું કર્યા બાદ સીધું જ કેટલા રૂપિયા, કેટલો સમય લાગશે, વાહન અને ડ્રાઈવરની વિગત વગેરેની વિસ્તૃત માહિતી મોબાઈલ સ્ક્રીન પર આવી જશે. ELT એપ્લિકેશનની મદદથી તમે નાનામાં નાની વસ્તુથી લઈ કોઈપણ મોટામાં મોટો માલસામાન રાજકોટ શહેર અને તેના આસપાસનાં વિસ્તારમાં મોકલાવી શકો છો અથવા મંગાવી શકો છો. ELT – ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિસનો લાભ લીધા બાદ તેનું પેમેન્ટ કરવું પણ એકદમ ઈઝી છે. તમે ડિઝિટલ ટ્રાન્ઝેક્શન પણ કરી શકો છો. અને હા, સૌથી વિશિષ્ટની વાત એ કે ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિસ હાલ 30 ટકા જેટલું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. માલસામાનની પૂરી જવાબદારી અને ફૂલપ્રૂફ ડિજીટલ સિસ્ટમ સાથેનું બીલ પણ ELT એપ પરથી મળી રહેશે.
રાજકોટીયનોને ઘણીવાર અને નાની-મોટી પેઢીઓ-કંપનીઓને રોજબરોજ એક સ્થળેથી બીજા સ્થળે કોઈ વસ્તુઓ કે માલસામાન મંગાવવાનો અથવા મોકલાવવાનો હોય છે. આ નાની-મોટી વસ્તુ કે માલસામાનની હેરફેર વખતે સૌથી મોટી સમસ્યા વાહનની ઉભી થતી હોય છે. અને વાહન ન મળવાની, મોડું મળવાની કે મોંઘુ પડવાની સમસ્યા આપણો ઘણો કિંમતી સમય અને પૈસા વેડફી નાખે છે. ક્યારેક કરિયાણું મંગાવવું છે, ક્યારેક કોઈ પુસ્તક કે ફાઈલ મોકલાવી છે તો ક્યારેક ઘર કે ઓફીસનો બધો જ સામાન એક જગ્યાથી બીજી જગ્યાએ બદલાવો-મોકલવાનો છે તો રોજ કારખાનાથી ગોડાઉન સુધી માલનાં ફેરા કરવાના છે. આપણે જોઈએ ત્યારે, આપણા સમયે, આપણી શરતે, આપણા ભાવમાં, આપણા સ્થળ પર, આપણે જોઈતું હોય એ વાહન ઉપલબ્ધ થાય કઈ રીતે? તો તમામ રાજકોટીયનોની માટે તેમની પોતાની ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ઉપલબ્ધ થઈ ચૂકી છે. ELT – ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટ એન્ડ્રોઈડ એપ્લીકેશન આવી ગઈ છે જે એપ્લીકેશનની મદદથી આપ કોઈપણ નાનામાં નાની વસ્તુથી લઈ મસમોટો માલસામાન રાજકોટ શહેર અને તેના આસપાસનાં વિસ્તારમાંથી ક્યાંય પણથી મંગાવી શકશો અને ક્યાંય પણ મોકલાવી પણ શકશો.
ELT યાની કે ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિસનાં સ્થાપક રાહુલભાઈ ભાયાણી (જે.સી. ગ્રુપ ઓફ કંપની) અને ઉદયભાઈ જટાણીયા (બુનબગ ક્રિયેશન) છે, જેઓ છેલ્લા બે વર્ષથી ડિજીટલ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે કાર્યરત થયા છે. જોકે તેમની કંપની જે.સી. ગ્રુપ ઓફ કંપની તો છેક 1962ની સાલથી ટ્રાન્સપોર્ટ સર્વિસ ક્ષેત્રમાં કામ કરી રહી છે. ટ્રાન્સપોર્ટ સર્વિસમાં જ એક કદમ આગળ વધી હવે તેઓએ લોકલ ટ્રાન્સપોર્ટને ઓર્ગેનાઈઝ કરી સારી સર્વિસ, સમયસર સર્વિસ અને સસ્તી – કોસ્ટ ઈફેક્ટિવ સર્વિસ ELT એપના માધ્યમથી રાજકોટની જનતા સમક્ષ લઈ આવ્યા છે. મૂળ રાજકોટનાં જ હોવાથી તેમજ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રનો વિશાળ અનુભવ ધરાવતા હોવાથી તેઓ રાજકોટમાં વાહનો મળવાની સમસ્યા અને લોકોનાં પ્રશ્નોથી સારી રીતે વાકેફ છે. આપણે સૌ જાણીએ છીએ કે, રાજકોટમાં વાહનવ્યવહારની ઉપલબ્ધી સૌથી મોટી તકલીફ હાલનાં સમયમાં છે જેને સરળ કરવા રાહુલભાઈ ભાયાણી અને ઉદયભાઈ જટાણીયાએ ELT એપ ડેવલપ કરી છે.
રાજકોટીયનો માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે રાજકોટ શહેરની આ સૌપ્રથમ ઈઝી ટ્રાન્સપોર્ટ સર્વિસ છે જે સરળ છે, સસ્તી છે, સુરક્ષિત છે અને સૌથી ખાસ કે, સમયસર સેવા આપે છે. ELT નાં સી.ઈ.ઓ. રાહુલભાઈ અને ઉદયભાઈનો હેતુ માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની સર્વિસ આપવાનો છે કારણ કે, રાજકોટમાં ELT ને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, છેલ્લા છ મહિનામાં સાત હજારથી પણ વધુ ગ્રાહકો ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિસનો લાભ લઈ ચૂક્યા છે અને દસ હજારથી પણ વધુ ગ્રાહકો ELT સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલા છે અને આ સુવિધાનો લાભ વાર-તહેવાર કે રોજેરોજ લઈ રહ્યા છે.
ELT નાં સ્થાપક રાહુલભાઈ ભાયાણી જણાવે છે કે, ’અઢી વર્ષ પહેલા ઓનલાઈન બિઝનેસમાં ઝંપલાવવાનો વિચાર કર્યો. બે વર્ષ પહેલા લોકલ ટ્રાન્સપોર્ટને ઓર્ગેનાઈઝ કરવાનો આઈડિયા જન્માવ્યો. દોઢ વર્ષ પહેલા એ આઈડિયાને ઈમ્પ્લીમેન્ટ કરવાનું શરૂ કર્યું. અંતમાં ઓગસ્ટ 2020માં અમે ELT લોન્ચ કરી. ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિસ. એપ થ્રુ ટ્રાન્સપોર્ટ સર્વિસ મેળવવી આજ દિન સુધી શક્ય નહોતું. ELT સૌ પ્રથમવાર એપ્લીકેશન દ્વારા ટ્રાન્સપોર્ટ સર્વિસ પૂરી પાડી રહ્યું છે, સફળતાપૂર્વક ચલાવી રહ્યું છે. અમારી મુખ્ય બાબતો ઈન્સ્ટન્ટ સર્વિસ, લેસ પ્રાઈઝ અને કસ્ટમર્સ સ્ટેટીફેક્સન છે. પેટ્રોલ અને ડિઝલનાં ભાવ આસમાને પહોંચી રહ્યા છે, માટે જ બજેટ બાબતની તકેદારી જરૂરી બને છે. ક્યારેક પૈસા ખર્ચતા પણ વાહન ઝડપથી ઉપલબ્ધ બનતા નથી. વાહન મળે તો ભાડું પોસાય નહીં. વાહન મળી જાય, ભાડું પોસાય તેમ હોય તો ડ્રાઈવર બરાબર ન હોય, વસ્તુ કે માલની સમયસર અને સૂચવેલા સ્થળ પર ડિલેવરી ન થાય. ડિલેવરી બાદ જોઈએ તો વસ્તુ કે માલમાં ક્ષતિ થઈ ગઈ હોય. રાજકોટીયનોની આવી સમસ્યા સૂલઝાવવા અમે ELT – ઈઝી ટ્રાન્સપોર્ટ સર્વિસ લઈ આવ્યા છીએ. ઘણી વખત એવું બનતું હોય છે કે પિક અવર્સ દરમિયાન ટ્રાન્સપોર્ટ કંપનીઓ ભાડું વધારી દેતી હોય છે પરંતુ અમે સર્જ પ્રાઈઝિંગ કે કોઈ એકસ્ટ્રા ચાર્જીસ લેતા નથી. અમે બેસ્ટ ટ્રાન્સપોર્ટ સર્વિસ આપીએ છીએ.
રાજકોટ બાદ આવનારા વર્ષોમાં ELT ગુજરાતનાં તમામ મોટા શહેરોમાં જોવા મળશે. અત્યારે ન માત્ર રાજકોટનાં સામાન્ય લોકો જ પરંતુ નામચીન કંપનીઓ પણ પોતાના માલસામાન કે કોઈપણ નાની-મોટી વસ્તુની હેરફેર માટે ELT નો ઉપયોગ કરે છે. ટ્રાન્સપોર્ટ સર્વિસમાં સૌથી અગત્યનું પાસું ડ્રાઈવરો હોય છે. ELTનું મુખ્ય પાસું તેમના બેસ્ટ રાઈડર્સ છે. તેમનો યુનિક ટ્રેનિંગ પ્રોગ્રામ છે. જેમાં રાઈડર્સને ટ્રેનિંગ આપવામાં આવે છે. ELT તેમના રાઈડર્સને અન્ય વાહનચાલકો કરતા વધુ સારી રીતે ટ્રેઈન કરે છે અને સારી સેલેરી આપે છે તેથી જ એજ્યુકેટેડ પર્સન અને કોલેજ સ્ટુડન્ટ પણ ફૂલટાઈમ અથવા પાર્ટટાઈમ ELT માં કામ કરે છે. કોરોનાકાળ ચાલતો હોવાથી સ્વચ્છતાનું ઘણું ધ્યાન રાખવામાં આવે છે અને દરેક વસ્તુ સેનેટાઈઝ કરવામાં આવે છે, દરેક ડ્રાઈવર સ્વચ્છ યુનિફોર્મમાં શિસ્તતા સાથે જોવા મળે છે. www.eltapp.in અને પ્લે સ્ટોરમાં ELT એપ પર આપ ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટ સર્વિસનો લાભ લઈ શકો છો અને ઈઝી લોકલ ટ્રાન્સપોર્ટનો અનુભવ કરી શકો છો.’