તમામ વેપાર-ધંધા, ઓફિસ, કચેરીઓ ટ્રાન્સપોર્ટ સંપૂર્ણ પ્રતિબંધિત
ચીનની ઉત્તર આવેલા શી આન શહેરમાં અચાનક કોરોનાના સંક્રમણના કેસોમાં ધરખમ વધારો થતાં સરકારે 1.30 કરોડ લોકોને લોકડાઉનમાં પૂરી દીધા હતા અને તમામ પ્રકારના વેપાર-ધંધા અને કામકાજના સ્થાનો બંધ કરી દીધા હતા. તે ઉપરાંત એરપોર્ટથી શહેર તરફ આવતા અને શહેરથી એરપોર્ટ જતાં તમામ પરિવહનને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનો આદેશ કરી દેવામાં આવ્યો હતો. ઘરની જીવન જરુરી ચીજવસ્તુઓની ખરીદી માટે પ્રત્યેક ઘરમાંથી એક વ્યક્તિને દર બે દિવસે એકવાર બહાર જવાની મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો: USમાં ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુ, નવા કેસ એક અઠવાડિયામાં 3 થી 73 ટકા વધ્યા
https://khaskhabarrajkot.com/2021/12/21/the-first-deaths…cent-in-one-week/