નવી દિલ્હી ખાતે IMC 2026માં ‘પ્રી-6G સ્ટેક’ અને ‘ગીગા મીમો રેડિયો’ સિસ્ટમનું ભવ્ય પ્રદર્શન
5G કરતાં 5 ગણી વધુ સ્પીડ અને લેટન્સી 10 ગણી ઘટશેઃ AI અને હોલોગ્રાફિક સેવાઓમાં નવી ક્રાંતિ સર્જાશે
- Advertisement -
ભારતની અગ્રણી ટેલિકોમ જાયન્ટ રિલાયન્સ જિયો હવે દેશને આગામી પેઢીની અતિ આધુનિક 6G ટેક્નોલોજીના યુગમાં લઈ જવા સજ્જ બની છે. કંપનીના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૩૦ સુધીમાં 6G નેટવર્કના વૈશ્વિક ધોરણો નિર્ધારિત થયા બાદ આ અદ્યતન ટેક્નોલોજીનો વ્યાપારી પ્રારંભ કરનારા વિશ્વના ટોચના દેશોની હરોળમાં ભારત અગ્રેસર સ્થાન હાંસલ કરી શકે છે.
નવી દિલ્હી ખાતે ચાલી રહેલી ‘ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) ૨૦૨૬’ માં જિયોએ પોતાની સ્વદેશી ‘પ્રી-૬ત્રૠ સ્ટેક’ સિસ્ટમ અને ભારતની પ્રથમ ‘ગીગા મીમો રેડિયો’ ટેક્નોલોજીનું સફળ પ્રદર્શન કરી વૈશ્વિક સ્તરે ધ્યાન ખેંચ્યું છે. કંપનીના દાવા મુજબ, ૬ નેટવર્કની ડેટા પ્રોસેસિંગ ક્ષમતા હાલના પૠ નેટવર્કની સરખામણીએ ૫ ગણી વધુ ઝડપી હશે, જ્યારે નેટવર્ક વિલંબ (લેટન્સી) ઘટીને લગભગ દસમા ભાગનો થઈ જશે. આ ટેક્નોલોજીની મદદથી એકસાથે વિશાળ ડેટાની આપ-લે શક્ય બનશે.
અને બહુવિધ યુઝર્સને અતિ ઝડપી રિસ્પોન્સ મળશે. પરિણામે રિયલ-ટાઇમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), હોલોગ્રાફિક વીડિયો કમ્યુનિકેશન, ટેલિમેડિસિન, ડિજિટલ શિક્ષણ અને સ્માર્ટ ઉદ્યોગોના ક્ષેત્રે નવી ક્રાંતિના દ્વાર ખૂલશે. જિયોએ એક એવું સંયુક્ત બેઝબેન્ડ યુનિટ પણ રજૂ કર્યું છે જે 5G અને 6G બંને ટેક્નોલોજીને એકસાથે સપોર્ટ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, 6Gના વૈશ્વિક ધોરણો નક્કી કરવાની સ્પર્ધામાં ભારતીય કંપની મજબૂત દાવેદારી નોંધાવી રહી -છે. જિયોએ 6G સંબંધિત સેંકડો પેટેન્ટ સહિત અત્યાર સુધીમાં કુલ ૮,૦૦૦ થી વધુ પેટેન્ટ માટે અરજીઓ કરી છે અને ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ ઘડવામાં ૯૩૪ થી વધુ યોગદાન આપ્યા છે. આ ઉપરાંત જિયો દ્વારા ખેડૂતો, તબીબો અને વિદ્યાર્થીઓ માટે વિશેષ અઈં-આધારિત પ્લેટફોર્મ તેમજ ક્વોન્ટમ ટેક્નોલોજી સામે વધુ સુરક્ષિત નેટવર્ક માળખું વિકસાવવા પર કામ ચાલી રહ્યું છે. કંપનીએ ‘ભારતનું 6G સાકાર થવાની દિશામાં’ અને ‘ભારતથી સમગ્ર વિશ્વ સુધી’ ના વિઝન સાથે હાર્ડવેર, સોફ્ટવેર અને પેટેન્ટ એમ તમામ સ્તરે વૈશ્વિક નેતૃત્વ સ્થાપિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.




