By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    3 hours ago
    અમેરિકામાં મોટો વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાઓની હવા કાઢી
    4 hours ago
    યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
    5 hours ago
    સીઝફાયર માત્ર કાગળ પર? હોર્મુઝમાં ફરી હિંસક અથડામણ, ઈરાને જહાજનું કંટ્રોલ રૂમ ઉડાવ્યું
    5 hours ago
    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં ઈઝરાયલની એક્શન, અનેક ગામડાં તબાહ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પહલગામ હુમલાને આજે 1 વર્ષ પૂર્ણ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40%થી વધુનો જંગી ઘટાડો
    2 hours ago
    લેન્સકાર્ટનો ડ્રેસકોડ વિવાદ
    3 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવશે મોટો ઉછાળો?
    3 hours ago
    વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતી 95% ચાંદી નકલી
    3 hours ago
    181 દિવસ પછી ખુલ્યાં કેદારનાથ ધામનાં કપાટ
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    2 hours ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    1 day ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    1 day ago
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    6 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
રાષ્ટ્રીય

પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે

Khaskhabar Editor
Last updated: 2026/04/18 at 4:03 PM
Khaskhabar Editor 4 days ago
Share
4 Min Read
SHARE

ભારતના અજબગજબ મંદિરની રસપ્રદ વાત

સાદું પાણી મૂર્તિ સ્વીકારતી નથી, બ્રિટિશકાળથી લઇને આજ સુધી અનેક સંશોધનો થયા પણ આ મંદિરનું રહસ્ય કોઈ ઉકેલી શક્યું નથી

- Advertisement -

ભારત રહસ્યો અને અજાયબીઓનો દેશ છે, જ્યાં વિજ્ઞાન પણ ઘણીવાર નતમસ્તક થઈ જાય છે. આવો જ એક અદભૂત ચમત્કાર આંધ્રપ્રદેશના વિજયવાડા અને ગુંટુરની વચ્ચે આવેલા મંગલગિરી પર્વત પર જોવા મળે છે. અહીં બિરાજમાન ભગવાન પનકલા નરસિમ્હા સ્વામી વિશે એવી માન્યતા છે કે, તેઓ આજે પણ ભક્તો દ્વારા ચઢાવવામાં આવતું ગોળનું પાણી (પાનાકમ) પીવે છે. મંદિરના પૂજારીઓ જ્યારે પથ્થરની બનેલી મૂર્તિના મુખમાં ગોળનું પાણી રેડે છે, ત્યારે પાણી ગટગટાવવાનો અવાજ સ્પષ્ટ સાંભળી શકાય છે. સૌથી આશ્ર્ચર્યની વાત એ છે કે, ભગવાન અડધું પાણી પી જાય છે અને જ્યારે તેમનું પેટ ભરાઈ જાય છે ત્યારે બાકીનું અડધું પાણી આપોઆપ મુખમાંથી બહાર આવવા લાગે છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિર જ્વાળામુખીની ટેકરી પર સ્થિત છે, પરંતુ આજ સુધી ત્યાં કોઈ જ્વાળામુખી ફાટ્યો નથી.
બ્રિટિશ કાળથી લઈને આધુનિક સમય સુધીના અનેક ભૂસ્તરશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોએ આ ઘટના પાછળનું રહસ્ય જાણવાનો પ્રયાસ કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, આ પર્વત કોઈ પોલાણ ધરાવતો નથી એટલે કે અંદર કોઈ એવી જગ્યા નથી જ્યાં આટલું બધું પાણી જઈ શકે. વધુમાં જો સાદું પાણી ચઢાવવામાં આવે તો મૂર્તિ તેને સ્વીકારતી નથી, માત્ર ગોળનું પાણી જ ગાયબ થઈ જાય છે. આશ્ર્ચર્યની વાત એ પણ છે કે આટલા બધા ગળ્યા પાણીના પ્રસાદ છતાં મંદિરમાં એક પણ કીડી જોવા મળતી નથી. અહીં ગર્ભગૃહમાં રહેલી મૂર્તિ બધુ મીઠું પાણી પી લે છે, અને કોઈને ખબર નથી કે પ્રસાદ તરીકે વપરાતું પાણી ક્યાં જાય છે. એવું કહેવાય છે કે મૂર્તિના મોંમાં ગોળનું પાણી રેડવામાં આવે છે, જેનાથી ગર્જનાનો અવાજ આવે છે, જાણે કોઈ પાણી ગળી રહ્યું હોય.
દક્ષિણ ભારતને આધ્યાત્મિકતાની ભૂમિ માનવામાં આવે છે, જ્યાં ભગવાન શિવ, વિષ્ણુ અને ભગવાન નરસિંહને સમર્પિત અસંખ્ય મંદિરો છે. આંધ્રપ્રદેશના વિજયવાડા અને ગુંટુરની વચ્ચે આવેલા મંગલગિરી પર્વત પરના ભગવાન નરસિમ્હાને સમર્પિત પનકલા નરસિમ્હા સ્વામી મંદિર ઘણા રહસ્યો ધરાવે છે. આ મંદિરમાં ભગવાન નરસિંહની એક મોટી પથ્થરની પ્રતિમા છે, જે મીઠા પાણીને પ્રસાદ તરીકે પીવે છે. આ સિવાય મંદિરની બીજી ખાસ વાત એ છે કે અહીં ભગવાન નરસિંહની પ્રતિમાનું મુખ ધાતુનું બનેલું છે. શંખનો ઉપયોગ કરીને મીઠા પાણી મોંમાં ચઢાવવામાં આવે છે. મોંમાં પાણી રેડ્યા પછી થોડું પાણી પણ વહે છે જે ભક્તો પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. આમ છતાં અહીં ન તો મૂર્તિ પર મીઠા પાણીના નિશાન છે, ન તો પથ્થરમાં પાણી શોષવાની ક્ષમતા છે તો પછી આ ચમત્કાર થાય છે કઈ રીતે? વૈજ્ઞાનિકો આ રહસ્યને ઉજાગર કરવા માટે મંદિરની મુલાકાત પણ લઈ ચૂક્યા છે, પરંતુ આજ સુધી કોઈ આ રહસ્યને ઉજાગર કરી શક્યું નથી.

ત્રણ મંદિરોનો સમન્વય

મંગલગિરી પર્વત પર ભગવાન નરસિમ્હાના ત્રણ અલગ-અલગ સ્વરૂપોના મંદિરો છે:

- Advertisement -

1. પનકલા નરસિમ્હા સ્વામી: પર્વતની મધ્યમાં, જ્યાં ભગવાન પાનાકમ પીવે છે.

2. લક્ષ્મી નરસિમ્હા સ્વામી: પર્વતની તળેટીમાં, જે વિજયનગર સામ્રાજ્યના સમયનું ભવ્ય મંદિર છે.

3. ગંડાલા નરસિમ્હા સ્વામી: પર્વતની ટોચ પર, જ્યાં ભક્તો ઘીના દીવા પ્રગટાવે છે.

મંદિરનું પૌરાણિક મહત્વ

શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુએ અહીં ’નમુચી’ નામના રાક્ષસનો વધ કરવા માટે નરસિમ્હા અવતાર ધારણ કર્યો હતો. ભક્તોનું માનવું છે કે ભગવાનનો ક્રોધ શાંત કરવા માટે તેમને ગોળનું પાણી અર્પણ કરવામાં આવે છે, જે ભક્તોના અહંકાર અને ક્રોધને પણ શાંત કરવાનું પ્રતીક છે. આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ આસ્થા અને અગમ્ય રહસ્યનું એક અનોખું કેન્દ્ર બની રહ્યું છે, જ્યાં આજે પણ હજારો ભક્તો ભગવાનને પ્રત્યક્ષ પ્રસાદ ગ્રહણ કરતા જોવા ઉમટી પડે છે.

You Might Also Like

પહલગામ હુમલાને આજે 1 વર્ષ પૂર્ણ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40%થી વધુનો જંગી ઘટાડો

લેન્સકાર્ટનો ડ્રેસકોડ વિવાદ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવશે મોટો ઉછાળો?

વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતી 95% ચાંદી નકલી

181 દિવસ પછી ખુલ્યાં કેદારનાથ ધામનાં કપાટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 17.87 લાખ શ્રદ્ધાળુએ રજિસ્ટ્રેશન કરાવ્યું
Next Article અથાણાંનો અસ્સલ ટેસ્ટ માણવા, ઈલાબેનના અથાણાં ચાખવા પડે!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

કેસર કેરીની સીઝન પૂરબહારમાં ખીલી, 10 કિલો બોક્સના રૂ. 800થી 1200 આસપાસ ભાવ બોલાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
કેશોદમાં જાહેર રસ્તા પર જન્મદિવસ ઉજવણીથી આચારસંહિતાનો ભંગ ?
ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, 2 લાખ વળતર ચુકવવાનો હુકમ
રાજકોટના થોરાળામાંથી ચાલતી કુખ્યાત શામજી મકા ગેંગ સામે ગુજસીટોકની ફરિયાદ
પોરબંદરમાં સર્જાયો ઐતિહાસિક સમન્વય: રાજ્યમાં પ્રથમ વખત વિશ્ર્વકર્મા પરિવાર એકતા સંમેલન યોજાયું
આચારસંહિતા ‘કાગળ પર…’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પહલગામ હુમલાને આજે 1 વર્ષ પૂર્ણ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40%થી વધુનો જંગી ઘટાડો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

લેન્સકાર્ટનો ડ્રેસકોડ વિવાદ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવશે મોટો ઉછાળો?

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?