By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    1 day ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    1 day ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    2 days ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    2 days ago
    4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે નાની ભૂલો પર ડોક્ટરોને જેલ નહીં, હોસ્પિટલોને માત્ર ‘વહીવટી દંડ’ થશે!
    46 minutes ago
    NCERTના અભ્યાસક્રમમાં 1975-1977 ઈમરજન્સી પ્રકરણ સામેલ:ધોરણ 9માં ભણાવવામાં આવશે
    24 hours ago
    કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
    2 days ago
    MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !
    2 days ago
    મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    22 hours ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    3 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    23 hours ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    7 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 day ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    22 hours ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    22 hours ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    1 day ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    1 day ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વેલેન્ટાઈન, મહા શિવરાત્રી અને શાશ્ર્વત પ્રેમ, અર્ધનારીશ્ર્વર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > વેલેન્ટાઈન, મહા શિવરાત્રી અને શાશ્ર્વત પ્રેમ, અર્ધનારીશ્ર્વર
Author

વેલેન્ટાઈન, મહા શિવરાત્રી અને શાશ્ર્વત પ્રેમ, અર્ધનારીશ્ર્વર

Khaskhabar Editor
Last updated: 2026/02/13 at 4:00 PM
Khaskhabar Editor 4 months ago
Share
5 Min Read
SHARE

પ્રેમ મેળવવા કરતાં પ્રેમ માટે યોગ્ય બનવું જરૂરી: પાર્વતીનું તપ એક સંદેશ

સાચો પ્રેમ આકર્ષણથી નહીં, પણ અંતરની તૈયારી અને આત્મચિંતનથી મળે છે

- Advertisement -

આ વર્ષે વેલેન્ટાઈન અને મહા શિવરાત્રી એકસાથે આવે છે. આ માત્ર સંયોગ નથી, પરંતુ પ્રેમના સાચા અર્થની યાદ અપાવતી ક્ષણ છે. વેલેન્ટાઈન એક દિવસનો ઉત્સવ હોઈ શકે, પણ શિવ-શક્તિનો પ્રેમ તો કાળથી પર છે.
આ વર્ષે વેલેન્ટાઈન અને મહા શિવરાત્રી પર ફૂલ અને ભેટો નહીં, પણ શિવ-શક્તિ જેવો અડગ, શુદ્ધ અને આધ્યાત્મિક પ્રેમ પસંદગી કરી સાચી ઉજવણી કરવામાં અનેરી ખુશી મળી શકે એમ છે.
પ્રેમ ઉડતાં શીખવે છે અને વિરહ સર્જન તરફ દોરી જાય છે. બંને જીવનને ભાર નહીં, પરંતુ જીવનને અર્થ આપનારી શક્તિ છે, બસ આ સમજણ હોવી જોઈએ.
માનવીનું જીવન સાથ અને સંવેદનાથી પૂર્ણ બને છે. જ્યારે કોઈ ખાસ વ્યક્તિ જીવનમાં હાજર હોય, ત્યારે દરેક ક્ષણ અલગ અર્થ ધરાવે છે. ક્યારેક એ વ્યક્તિ દૂર હોય, તો તેની ખોટ દરેક શ્વાસમાં અનુભવાય છે. આ સ્થિતિમાં
શબ્દોનો સાથ ખોટને પૂરી કરવામાં મદદરૂપ થાય છે અને આ રીતે કવિ અને કવિતાનો જન્મ થાય છે.
જો પ્રિય વ્યક્તિ નજીક હોત, તો જીવનની પરિસ્થિતિ અલગ હોય, દુ:ખ, એકલતા અને બંધનો દૂર થઈ ગયા હોય. બંને સાથે મળીને દુનિયાથી દૂર, એક પોતાની દુનિયા રચે, જ્યાં સપનાઓને પાંખ હોય, અને વિચારોને ખુલ્લું આકાશ મળે.
પ્રેમ ભલે પાસે હોય કે દૂર, તે જીવન જીવતા શીખવે છે. આ માત્ર સંબંધ નથી, તે જીવનને જોવાની દૃષ્ટિ છે. જ્યારે પ્રેમ પાસે હોય ત્યારે તે સંભાળ, વિશ્વાસ અને આનંદની લાગણી આપે છે. જ્યારે દૂર હોય ત્યારે તે સહનશક્તિ, રાહ જોવાની તાકાત અને આત્મચિંતન શીખવે છે. આ સમજ આવી જાય તો જીવન ભારરૂપ નથી રહેતું, પરંતુ ઉડાન બની જાય છે.
પ્રેમ મનુષ્યને હળવો બનાવે છે. તે હૃદયમાં આશા જગાવે છે, આંખોમાં સપનાં ભરે અને પોતાનાથી પણ વધુ શક્તિશાળી બનાવે છે. પ્રેમમાં પડેલ વ્યક્તિ અન્ય માટે જીવવાનું શીખે છે,
આ પ્રેમમાં દેખાડો નથી, માલિકી નથી, ફક્ત સમર્પણ, સંતુલન અને સહઅસ્તિત્વ છે,સ્વીકાર છે. જ્યાં તું અને હું ઓગળી જાય, અને અમે જન્મે એજ છે સાચો પ્રેમ પાર્વતી (શક્તિનો અવતાર) શિવને પતિ તરીકે મેળવવા માટે તપ કરે છે.
આ તપ ફક્ત લગ્ન માટે નથી, પણ આત્મિક યોગ્યતા માટે છે.
શિવ સરળતાથી રાજી થતા નથી, કારણ કે સાચો પ્રેમ આકર્ષણ કે અધિકારથી નહીં, પણ અંતરની તૈયારીએ મળે છે.
પ્રેમ મેળવવા કરતાં પ્રેમ માટે યોગ્ય બનવું વધુ મહત્વનું છે.
શિવ અને શક્તિનો પ્રેમ ફક્ત મિલન સુધી સીમિત નથી. સતીનાં અગ્નિસ્નાન પછી પણ શિવનો પ્રેમ અડગ રહ્યો. દુ:ખ, વિરહ અને વૈરાગ્યમાં પણ સમર્પણ તૂટ્યું નહીં. એ પ્રેમ કોઈ દિવસ, કોઈ ઉત્સવ કે કોઈ સ્વાર્થ પર આધારિત નથી.
પ્રેમ હોય ત્યારે જીવન સંગીત સમું લાગે છે, જેમાં દરેક ક્ષણમાં મીઠાશ હોય છે. પરંતુ જ્યારે પ્રેમ વિરહમાં ફેરવાય છે, ત્યારે પણ તે નિષ્ફળ નથી થતો. સાચો વિરહ મનને તોડતો નથી, પણ ઘડે છે. વિરહ માણસને કલ્પનામાં રાચતાં શીખવે છે.
સતીના અગ્નિસ્નાન પછી ભગવાન શિવ અતિ દુ:ખ અને વિરહમાં ડૂબી ગયા. આ વિરહ સામાન્ય શોક નહોતો એ સૃષ્ટિ હલાવી દે એવું દુ:ખ હતું. શિવ સતીના નિષ્પ્રાણ દેહને લઈને ત્રિલોકમાં ભટક્યા.
એ સમયે તેમના અંતરમાં ઉદભવેલી વેદનાએ તાંડવ નૃત્યનું સ્વરૂપ લીધું. તાંડવ એટલે માત્ર નૃત્ય નહીં, પણ દુ:ખની પરાકાષ્ઠા, વિરહની પીડા અને વિનાશ સાથે પુનર્જન્મનો સંકેત.
એકાંતમાં શબ્દો જન્મે છે, રંગો બોલવા લાગે છે અને ભાવનાઓ કળામાં રૂપાંતરિત થાય છે. તેથી જ પ્રેમ અને વિરહને કારણે કેટલાંય કલાકારો, કવિઓ, લેખકો અને સંગીતકારો આગળ આવી ગયા.
તેમના દુ:ખમાંથી સર્જન થયું, તેમની લાગણીઓથી દુનિયા સમૃદ્ધ બની. પ્રેમ અને વિરહ માત્ર વ્યક્તિગત અનુભવ નથી, પરંતુ સર્જનશક્તિના મૂળ સ્ત્રોત છે. ઇતિહાસ સાક્ષી છે કે અનેક મહાન કલાકારો પ્રેમમાં ઉડ્યા અને વિરહમાં ઊંડા ઉતર્યા. ઉદાહરણ તરીકે, મિરાંબાઈનો પ્રેમ ભગવાન કૃષ્ણ પ્રત્યે હતો. એ પ્રેમે તેમને સમાજની બંધનોથી ઉપર ઉડાન આપી. તેમનાં ભજનો આજે પણ ભક્તિ અને સમર્પણની પરાકાષ્ઠા ગણાય છે. મીરઝા ગાલિબના શેરોમાં પ્રેમ અને વિરહ બંનેની ઝાંખી મળે છે. તેમની અધૂરી લાગણીઓ અને એકાંત જીવનથી એવી ગઝલો જન્મી કે જે આજે પણ દિલને સ્પર્શે છે.
ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતાનો પ્રેમ અને વિરહ ભક્તિમાં રૂપાંતરિત થયો. વૈષ્ણવ જન તો જેવી રચનાઓ માનવતાનો મંત્ર બની ગઈ. આજના સમયમાં પણ ઘણા ગીતકારો અને કવિઓ પોતાનાં અધૂરા પ્રેમમાંથી શબ્દોને જન્મ આપે છે. વિરહની પીડા જ્યારે કલ્પનામાં વહે છે, ત્યારે એ સાદી વેદના કલા બની જાય છે.પ્રેમમાં માણસ પોતાની સીમાઓ તોડી આગળ વધે છે, વધુ મેળવવાની શક્તિ મેળવે છે.

You Might Also Like

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન

સૌથી ઉત્તમ કોણ ?

ગીતાનો દિવ્ય સંદેશ અને પરમ સત્ય

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ
Next Article પ્રેમની કિંમત કે ગિફ્ટનું બિલ? વેલેન્ટાઈન વીકમાં છુપાયેલું અર્થતંત્ર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટ પોલીસે છ મહિનામાં 92 કિલો ગાંજો, 366 ગ્રામ હાઈબ્રીડ ગાંજો, 97 ગ્રામ એમડી, દોઢ કિલો અફીણ કબ્જે કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
હવે નાની ભૂલો પર ડોક્ટરોને જેલ નહીં, હોસ્પિટલોને માત્ર ‘વહીવટી દંડ’ થશે!
રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનની જાહેરાત
લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો
સ્વ. ગજેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલાના નિધનથી સમાજે ગુમાવ્યા આદર્શ માર્ગદર્શક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?