શિવરાજપુરનો દરિયાકાંઠો ગુજરાતની પ્રાકૃતિક સુંદરતાનો પરિચય કરાવે છે
ખાસ-ખબર ન્યૂઝ શિવરાજપુર
- Advertisement -
અદ્ભુત સૌંદર્ય ધરાવતો અને બ્લૂ ફ્લેગ બીચનું આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેશન મેળવનાર દેવભૂમિ દ્વારકા નજીકનો શિવરાજપુરનો દરિયાકાંઠો પ્રવાસીઓના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. સ્વચ્છ પાણી, જાળવણી અને સુરક્ષા જેવા ગુણવત્તા માપદંડોમાં આ બીચ અગ્રેસર રહ્યો છે. મળતી માહિતી મુજબ, છેલ્લા બે વર્ષના સમયગાળા દરમિયાન કુલ 13.5 લાખ પ્રવાસીઓએ શિવરાજપુર બીચની મુલાકાત લઈને ગુજરાતની પ્રાકૃતિક સુંદરતાનો પરિચય મેળવ્યો છે. આ બીચ સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. આગામી સમયમાં ટૠછઈ ના આયોજનથી શિવરાજપુર અને સ્થાનિક પ્રવાસન ક્ષેત્રના મહત્ત્વને વધુ ઉજાગર કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે.



