વરસાદના લીધે વિદ્યાર્થીઓ ડિગ્રી, ડિપ્લોમા, ઈજનેરની પરીક્ષા આપી શકયા ન હતા
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રમાં રાજકોટ અને જામનગરમાં ભારે વરસાદને લીધે પૂર જેવી સ્થિતિમાં અનેક વિદ્યાર્થીઓ જીટીયુની પરીક્ષા આપી શક્યા ન હતા.
જેથી જીટીયુ દ્વારા ગત 13મી અને 14મી સપ્ટેમ્બરની ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ઈજનેરી અને એમબીએ ઈન્ટિગ્રેટેડની વિવિધ સેમેસ્ટરની પરીક્ષા પુરગ્રસ્ત વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે 5ાંચમી ઓક્ટોબરથી ફરી લેવાશે. ડિગ્રી ઈજનેરીમાં સેમેસ્ટર 3 અને 5ની ન્યુ રીમિડિયલ તેમજ ડિપ્લોમા ઈજનેરીમાં સેમેસ્ટર 1 અને 3ની ન્યુ રેગ્યલુર તેમજ એમબીએ ઈન્ટિગ્રેટેડ કોર્સની વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ માટે જીટીયુ દ્વારા આજે ટાઈમટેબલ જાહેર કરવામા આવ્યુ છે.
ગત 13મી અને 14મી સપ્ટેમ્બરે આ ત્રણ અભ્યાસક્રમોની જે સેમેસ્ટર જે-જે વિષયની પરીક્ષાઓ હતી તે પરીક્ષાઓ રાજકોટ અને જામનગર પુર ગ્રસ્ત વિસ્તારોના વિદ્યાર્થીઓ કે જેઓ અગાઉ નથી આપી શક્યા તેઓ માટે ફરીથી લેવાશે.
સૌરાષ્ટ્રમાં જામનગર અને રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના અનેક તાલુકા-ગામોમાં પુર જેવી સ્થિતિ ઉભી થઈ હતી અને જેના લીધે 200થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટરો પહોંચી શક્યા ન હતા.