આવાસના રહીશો દ્વારા સુરેન્દ્રનગર મનપા ખાતે જઈ હોબાળો મચાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો ત્યારથી જ અહીં છાસવારે મનપા વિસ્તારના જુદી જુદી સોસાયટીઓ રહીશોના ટોળા વારંવાર કચેરી ખાતે જોવા મળે છે. પ્રાણી, રોડ રસ્તા અને લાઇટ સહિતની સુવિધાથી વંચિત રહીશોના ટોળા મહાનગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી દેકારો મચાવે છે ત્યારે સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા દરજ્જો આપવા છતાં લોકોની પ્રાથમિક સુવિધા નહીં આપી શકતા આ પ્રકારની સ્થિતિ ઉદભવ થઈ રહી છે ત્યારે ફરી એક વખત સુરેન્દ્રનગર ફિરદોષ સોસાયટી ખાતે આવેલા પી.એમ આવાસ યોજનાના મકાનોમાં જ પ્રાથમિક સુવિધાના અભાવ હોવાનું સામે આવ્યું છે જેમાં આવાસ મકાનોમાં રહેતા રહીશો દ્વારા પ્રાથમિક સુવિધાની માંગ સાથે મહાનગરપાલિકા કચેરી ખાતે જઈ હોબાળો મચાવ્યો હતો રહીશોનું કહેવું હતું કે તેઓને પીવાના પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધા મળતી નથી આગાઉ આવાસ મકાનોમાં રહેતા રહીશો દ્વારા ઘર દીઠ એક હજાર રૂપિયા ઉઘરાવી મનપા ખાતે ભરપાય કર્યા છે અને સાથોસાથ અનેક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી પાયાની સુવિધા મળી નથી રહી જેને લઇ આવાસ મકાનોમાં રહેતા મહિલાઓ પ્રાથમિક સુવિધાની માંગ સાથે કચેરી ખાતે આવ્યા છે. જ્યારે આ મહિલાઓ મનપા ખાતે બેસી પ્રાથમિક સુવિધા નહીં મળે ત્યાં સુધી ઘરે નહીં જવાની હઠ પકડી હતી જેને લઇ અંતે પ્રશાસન દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો કચેરી ખાતે આવી મામલો થાળે પડતા મહિલાઓના ટોળા વિખય હતા આ સાથે આવાસ ખાતે રહેતા રહીશ મહિલાઓ દ્વારા આગામી સમયમાં પ્રાથમિક સુવિધા નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.



