કોન્ટ્રાકટર દ્વારા ક્રોઝવેના કામમાં “લોટ પાણી અને લાકડા” જેવી કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
મૂળી તાલુકાના વગડીયા ગામથી ભવાનીગઢ ગામ સુધી ક્રોસવે નિર્માણનું કામ ચાલુ હોય ત્યારે આ ક્રોઝવેના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર અચરાતો હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ક્રોઝવેના કામમાં લોટ પાણી અને લાકડા જેવું કામ કરી સરકારના ધારા ધોરણ મુજબ કામ નહીં કરી ભ્રષ્ટાચાર આચરતા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા આ અંગે ઉચ્ચસ્તરે રજૂઆત પણ કરી હતી જેમાં જણાવ્યું હતું કે ક્રોઝવે નિર્માણના કામમાં ભ્રષ્ટાચાર આચરી સરકારી ધારાધોરણ મુજબ કામ નહીં થતું હોવાની રજૂઆત કરી હતી.



