ત્રીજા દિવસે મહાઆરતી, ભક્તિમય કાર્યક્રમો અને શહેરની મહિલાઓની કલાત્મક પ્રવૃત્તિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
હાર્દ સમા ડો. યાજ્ઞિક રોડ, જાગનાથ પોલીસ ચોકી નજીક ભૂદેવ સેવા સમિતિ દ્વારા આયોજિત ભવ્ય ગણેશ મહોત્સવના ત્રીજા દિવસે અનેક અલૌકિક, ભક્તિમય અને હૃદયસ્પર્શી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ત્રીજા દિવસના મુખ્ય આકર્ષણ રૂપે યોજાયેલી શુ-શોભન આરતી સ્પર્ધામાં ભૂદેવ સેવા સમિતિના મહિલા પાંખની બહેનો અને શહેરભરના માતૃશક્તિએ ઉત્સાહ અને સર્જનાત્મકતા દર્શાવી હતી. ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક તેજસભાઈ ત્રિવેદી દ્વારા ભાજપ પ્રમુખ માધવભાઈ દવેને ભગવાન પરશુરામનું શસ્ત્ર ’ફરશી’ આપીને સન્માનિત કરવામાં આવ્યા. તેજસભાઈએ જણાવ્યું કે આ મહોત્સવ ભક્તિ, ભવ્યતા અને સમાજસેવાનો ત્રિવેણી સંગમ છે. તેમણે આવતીકાલે આયોજિત હનુમાન ચાલીસાના પાઠ અને મહાઆરતીમાં સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું.
સ્પર્ધામાં પ્રથમ ક્રમ જીયા બેન, દ્વિતીય ક્રમ રાશિ બેન અને ત્રીજા ક્રમમાં સમર્થા બેનને વિકીભાઈ ઠાકર અને દિલીપભાઈ જાની દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. દરરોજ સાંજે 8:00 થી 8:30 સુધી ગજાનન વિઘ્નહર્તાની આરતી આયોજન કરવામાં આવે છે, જેમાં ધૂપ, દીપ અને દીપમાળા સહિત પવિત્ર ભક્તિ દર્શાવવામાં આવે છે. ભક્તજનોના ઉત્સાહ અને મહિલા પાંખની કલાત્મકતા જોવા લાયક હતી, અને સૌરાષ્ટ્રમાં આ મહોત્સવ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક એકતાનો પ્રતીક બની રહ્યો છે.
ભુદેવ સેવા સમિતિના સંસ્થાપક શ્રી તેજસ ત્રિવેદીએ જણાવ્યુ કે, રાજકોટ કા મહારાજા વિઘ્નહર્તાના અલોકિક દર્શન દ્વારા ધન્યતા પ્રાપ્ત થાય છે. શહેરના ધર્મપ્રેમી, રાજકીય અને ઉદ્યોગપતિ આગેવાનો ઉપસ્થિત રહ્યા. આજે સાંજે હનુમાન ચાલીસાનું પાઠ, મહાઆરતી અને બ્રહ્મ યુવાનોની સમાજલક્ષી બેઠક યોજી આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.
અંકિત ઉપસ્થિતિમાં શહેરના અનેક આગેવાનો અને આગ્રણી સભ્યો જેમ કે: શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, શાસક પક્ષના નેતા નીલુબેન જાદવ, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ ઉપપ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, શિક્ષણ ક્ષેત્રના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા કાન્તા શ્રી, પરશુરામ યુવા સંસ્થા તથા સમસ્ત રાવળ સમાજના પ્રમુખશ્રી ગોપાલભાઈ તેમજ જુદા જુદા ઉદ્યોગપતિઓ અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સંસ્થાપક તેજસ ત્રિવેદી તથા સંસ્થાના તમામ સભ્યો અને યુવા કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.



