પોલીસે કાર સહિત 2.33 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
દોલતપરાની મંગલમ સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ દિનેશભાઈ પરમાર રવિવારે વહેલી સવાતે જીજે 11 વીવી 0743 નંબરના બોલેરોમાં જીઆઇડીસી 2માંથી પાઇપ ભરી ઉના ખાતે નાખવા જતા હતા. તે જ પ્રદીપ ખાડિયા વીર મેઘમાયાના ગેઈટ પાસે બ્લુ કલર જેવી કારમાં આવેલા 2 શખ્સે જીગ્નેશભાઈને બોલેરોમાંથી નીચે ઉતારીને બંનેએ ઢીકાપાટુનો માર મારી કાર સાથે અકસ્માત કર્યો હોવાનું કહી છરીથી બીક બતાવી ગુગલ પેથી રૂપિયા 13000 સૌલંકી ગૌરવ અજયભાઈના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હજુ પૈસા આપવાના છે તેવી બળજબરીથી કબુલાત કરાવી તેનું મોબાઇલમાં વીડિયો શુટીંગ ઉતારી બંને શખ્સ નાસી ગયા હતા.
- Advertisement -
આ ઘટના અંગે એ ડિવિઝનના પીઆઈ આર. કે. પરમારના માર્ગદર્શનમાં 31 સ્ટાફ પીએસઆઈ વાય. એન. સોલંકી, ડી. બી. જોશીની ટીમે સીસીટીવીની મદદથી તપાસ હાથ ધરતા આરોપી બોર્ડિંગવાસમાં રહેતો ગૌરવ ઉર્ફે ગભરુ અજયભાઈ સોલંકી હોવાની બાતમી મળતા શખ્સને તેના ઘરેથી વહેલી સવારે ઊંઘતો જ ઝડપી લીધો હતો અને રોકડ, મોબાઈલ, કાર સહિત રૂપિયા 2.33 લાખનો મુદ્દામાલ કબજે લઈ પોલીસે વધુ પુછપરછ હાથ ધરી હતી.