ઝડપથી વજન ઘટાડવાની લાલચે સલાડ લેવાનું શરૂ કરો છો પણ અમુક સામાન્ય ભૂલોના કારણે મનગમતું પરિણામ મળતું નથી
ઘણા લોકો વજન ઘટાડવા માટે સલાડ ખાવાનું શરૂ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે માત્ર સલાડ ખાવાથી વજન ઓછું થતું નથી? ચાલો જાણીએ કેટલીક એવી ટીપ્સ, જેના દ્વારા તમે સલાડ ખાઈને સ્વસ્થ અને કુદરતી રીતે વજન ઘટાડી શકો છો. ઝડપથી વજન ઘટાડવા માટે સલાડને યોગ્ય રીતે ખાવું ખૂબ જરૂરી છે. ઘણા લોકો સલાડ ખાવા દરમ્યાન કેટલીક સામાન્ય ભૂલો કરે છે, જેના કારણે તેમને મનગમતું પરિણામ મળતું નથી.
- Advertisement -
વજન ઘટાડવાની સૌથી સરળ રીત
ઉનાળામાં સલાડ માટે ઘણા બધા ફળ અને શાકભાજીના વિકલ્પ હોય છે. આ ફળ-શાકભાજીને તમારી ડાયટમાં સામેલ કરીને અને એક સ્વસ્થ જીવનશૈલીને અનુસરીને તમે સરળતાથી વજન ઘટાડાવી શકો છો. આ માટે તમારે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે.
વેઇટ લોસ માટે કયું સલાડ શ્રેષ્ઠ છે?
- Advertisement -
જો તમે ઝડપથી વજન ઘટાડવા માંગો છો, તો તમારું સલાડ ફક્ત શાકભાજી પૂરતું સીમિત ન રાખો. તેમાં બીજા પોષક તત્વો પણ હોવા જોઈએ જેથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે અને ફરીથી વહેલી ભૂખ ન લાગે. તમારા સલાડમાં પ્રોટીનનો સમાવેશ કરો.
આ માટે તમે શાકભાજી સાથે છોલે, પનીર, ટોફૂ, બાફેલા ઈંડા, અથવા ગ્રિલ્ડ ચિકન ખાઈ શકો છો. ઉપરાંત, ગુડ ફેટ્સ અને ફાઇબર માટે સ્પ્રાઉટ્સ, બીન્સ, નટ્સ, સીડ્સ અને એવોકાડો પણ ઉમેરી શકો છો.
સલાડ બનાવતી વખતે ટાળવાં જેવી ભૂલો
માયોનીઝ ન ઉમેરો
તેમાં વધારે કૅલરી હોય છે અને વજન વધે છે. ટોપિંગ્સના નામે વધારે મસાલો કે તીખી ચટણી ના ઉમેરો
ચીઝ અથવા ફ્રાઈ વસ્તુઓ ન ઉમેરો
ચીઝ, બટર, ફ્રાઈ ક્રાઉટન, નૂડલ્સ વગેરે સલાડને જંક ફૂડ બનાવી શકે છે.
સલાડ ખાવા દરમિયાન આ ભૂલો ન કરો
કેટલાક લોકો સલાડમાં ઘણી બધી ટોપિંગ્સ ઉમેરી દે છે, જે યોગ્ય નથી. જેમ કે ચીઝ સાથે ક્રાઉટન્સ નાખવા જેવા ટોપિંગ્સ ટાળવા જેવા છે. તે હેલ્ધી વિકલ્પ નથી. તેની જગ્યાએ તમે એન્ટી-ઓક્સિડન્ટ માટે બ્લૂબેરી કે બ્લેકબેરી નાખી શકો છો.