હેકરાએ એકાઉન્ટ નંબર, આઇએફએસસી કોડ બદલી નાખ્યા
હેકરોએ બલ્લારી જિલ્લા સહકારી કેન્દ્રીય બેંકમાં આરટીજીએસ/એનઇએફટીને નિશાન બનાવી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.25
કર્ણાટકના વિજયનગર જિલ્લામાં એક મોટી ડિજિટલ લૂંટનો કેસ સામે આવ્યો છે. આ લૂંટ બેંકમાં કરવામાં આવી છે. હેકરોએ પ્રતિષ્ઠિત બલ્લારી જિલ્લા સહકારી કેન્દ્રીય (બીડીસીસી) બેંકમાંથી 2.34 કરોડ રૂપિયા ચોરી લીધા છે.
આ બેંક વિજયનગર અને બલ્લારી જિલ્લાઓમાં સંચાલિત થાય છે. ફિલ્મી સ્ટાઇલે કરવામાં આવેલી આ લૂંટમાં બેંકના આરટીજીએસ/એનઇએફટી ટ્રાન્ઝેકશન સિસ્ટમને નિશાન બનાવી હતી.
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે 10 જાન્યુઆરી, 2025ના રોજ બીડીસીસી બેંકથી આઇડીબીઆઇ બેંકમાં ફંડના રેગ્યુલેશન ટ્રાન્સફર દરમિયાન, હેકર્સ લેવડદેવડ માટે ઉત્પન્ન એક્સએમએલ ફાઇલોમાં એકાઉન્ટ નંબર અને આઇએફએસસી કોડને બદલવામાં સફળ રહ્યાં હતાં.
જ્યારે બેનિફિશિયરીના નામ ત્યાં જ રહ્યાં હતાં. આ સ્થિતિમાં ફંડ ઇચ્છિત બેનિફિશિયરીના બદલે ભારતના વિભિન્ન ઉત્તરી રાજ્યોમાં 25 અલગ અલગ એકાઉન્ટ્સમાં જમા કરવામાં આવી હતી.
- Advertisement -
મોટી છેતરપિંડીનો આ કેસ 13 જાન્યુઆરી, 2025ના રોજ ત્યારે સામે આવ્યો જ્યારે બેંકની અનેક શાખાઓએ જણાવ્યું હતું કે 10 જાન્યુઆરીએ આરટીજીએસ ટ્રાન્સફર અત્યાર સુધી લોકોના એકાઉન્ટમાં પહોંચ્યા નથી.
બેંકની તપાસમાં જાણવા મળ્યું છે કે આ લેવડદેવડ દરમિયાન પાંચ લાખ રૂપિયાની રકમ કાઢવામાં આવી હતી. બેંક મેનેજમેન્ટે તરત આરટીજીએસ/એનઇએફટી સેવાઓ સસ્પેન્ડ કી દીધી હતી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.