પાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે જાગૃત નાગરિકે અમદાવાદ ACBમાં રાવ,
એક વર્ષથી ધારાસભ્ય વગરના વિસાવદર તાલુકામાં ચૂંટણી ક્યારે?
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ જિલ્લામાં ખેત પેદાશમાં મોખરાનું સ્થાન ધરાવતો વિસાવદર તાલુકો છેલ્લા એક વર્ષથી ધારાસભ્ય વિહોણો જોવા મળી રહ્યો છે.રાજ્યમાં અન્ય તાલુકામાં ધારાસભ્યની ચૂંટણી યોજાય ગઈ છે.ત્યારે વિસાવદર વિધાનસભાની ચૂંટણી ક્યારે તેવા પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે.જેમાં આપના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, જે તે સમયે વિધાનસભા ચૂંટણી ફોર્મ ભરાયા તેમાં સોગંદનામાં વાહન મુદ્દે જે ક્ષતિ રહી હતી તે બાબતે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા અને હરેશભાઈ રીબડીયા દ્વારા હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી છે.તે પિટિશન બાબતે હજુ કોઈ નિર્ણય આવ્યો નથી.બીજી તરફ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતીએ પણ ચૂંટણી પંચને પત્ર લખવાની તજવીજ શરુ કરી છે અને વિસાવદર વેહલી ચૂંટણી યોજાય તેવી માંગ કરવામાં આવી રહી છે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં આગામી દિવસોમાં વિસાવદર નગરપાલીકાની ચૂંટણી યોજાય તેવા સંકેત મળી રહ્યા છે ત્યારે રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઓબીસી અનામત મામલે ઘણા વર્ષોથી કોકડું ગૂંચવાયું હતું જોકે તે બાબતે રાજ્ય સરકાર દ્વારા ઓબીસી અનામત મુદ્દે સ્પષ્ટતા કરી દેતા હવે પાલિકા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે.તો બીજી તરફ વિસાવદર પાલિકામાં છેલ્લા બે વર્ષથી વહીવટદાર શાશન છે.ત્યારે વિસાવદરના જાગૃત નાગરિક મુકેશ રીબડીયા દ્વારા પાલિકામાં થતા ભ્રસ્ટાચાર મુદ્દે ગંભીર આક્ષેપ સાથે અમદાવાદ એસીબીમાં રાવ કરીને તટસ્થ તપાસની માંગ સાથેનો લેખિત પત્ર લખ્યો છે.
વિસાવદર નગરપાલિકામાં છેલ્લા બે વર્ષથી વધારે સમયથી વહીવટદાર શાસન ચાલી રહ્યુ છે જેમાં વહીવટદાર તરીકે હાલના મામલતદાર સાંધણોજા ફરજ બજાવી રહ્યા છે. તેમજ ચીફ ઓફિસર તરીકે રિટાયર્ડ મામલતદાર (કરાર આધારિત) ચીફ ઓફિસર આર.એન.કરમટા ફરજ બજાવી રહ્યા છે. આ જુગલજોડી દ્વારા વહીવટ શાસન દરમિયાન નગરપાલિકા વિસાવદરને વર્ષ-દહાડે કરોડો રૂપિયાના ગેરકાયદેસર બીલ-વાઉંચર બનાવીને સ્વભંડોળ- રાજ્ય સરકારની ગ્રાન્ટ કેન્દ્ર સરકારની ગ્રાન્ટો ઘર ભેગી કરવામાં આવલ છે.
જેમાં મુખ્યત્વે ભૂગર્ભ ગટરના કોન્ટ્રાકટરના કામો તેમજ રીપેરીંગ મેન્ટનેસ જેવા કામોમાં દર મહિને રૂપિયા 2,00,000થી 2,50,000 રૂપિયાના ખોટા બીલ વાઉચર ઉધારીને કોન્ટ્રાકટર એજન્સી, નગરપાલિકા ઇજનેર વિશાલ પાંભર (કરાર આધારિત)ની મિલી ભગતથી દર મહિને લાખો રૂપિયા ઘર ભેગા કરવામાં આવી રહ્યા છે. તેમજ હાલ સ્ટેટ હાઇવે સંપાદિત જમીન વિસાવદર સતાધાર રોડ હનુમાન પરામાં બ્લોક, બાકડા, ડસ્ટબીન વગેરે નગરપાલિકાની હદ બહાર કામો કરીને નાણાનું દુરૂપયોગ કરીને નાણાંની ઉઠાંતરી કરેલ છે.
તેમજ નગરપાલિકા પ્રક્રિયા ઓનલાઇન કરવાની હોય છે પરંતુ હાલના વહીવટદાર શાસનમાં ભૂગર્ભ વટરના બિલ દર વર્ષે રૂપિયા 25,00,000 થી 30,00,000 થી વધારે ચુકવવામાં આવે છે તેમ છતાં વહિવટદાર લાંધણોજા તેમજ ચીફ ઓફિસર આર.એન.કરમટા દ્વારા ટેન્ડર પ્રક્રિયા ઓનલાઇન કરવાના બદલે કોન્ટ્રાક એજન્સી સાથે મિલીભગતથી ભૂગર્ભ ગટરનું કામ બારોબાર પ્રસિદ્ધ કર્યા વગર નિતિ નિયમનું પાલન કર્યા વગર કોન્ટ્રાકટર રિન્યુ કરવામાં આવેલ છે. વહીવટદાર ચીફ ઓફીસર દ્વારા આમ લાખો રૂપિયનું નુકશાન ગુજરાત સરકાર વિસાવદરની જનતાને પહોંચાડયુ છે. તેમજ દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદના પગલે જે રોડ રસ્તા નુકશાન પામ્યા હોય તેના રિપેરીંગ માટે ફલડની ગ્રાન્ટ આપવામાં આવે છે તે ફલડની ગ્રાન્ટમાં પણ નબળા રોડ રસ્તા બનાવીને નાણા પર ભેગા કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું વિઝન છે સ્વચ્છ ભાર તે સ્વચ્છતાની ગ્રાન્ટમાં પણ બોગસ બીલ વાઉચર બનાવીને નાણાંની ઉઠાંતરી કરેલ છે. જેમાં વિસાવદર શહેરના મુખ્ય માર્ગો પર ભિતચિત્રો દોરવા સ્વચ્છતાના સુત્રો લખવા જેવી બાબતો કાગળ પર દર્શાવીને નાણાંની ઉઠાંતરી કરેલ છે.
- Advertisement -
જાગૃત નાગરિક મુકેશ રિબડીયાના ગંભીર આક્ષેપો
આર.એન.કરમટા જયારે વિસાવદર શહેરના નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ત્યારે તેમને નગરપાલિકાના ચીફ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવેલ. ત્યારે તેના કાર્યકાળ દરમિયાન વિસાવદર નગરપાલિકા દ્વારા આંગણવાડીઓ બનાવવામાં આવેલ તેમાં ભ્રસ્ટાચાર બાબતે વિસાવદર જયુડી. મેજી.ફ.ક.કોર્ટમાં ફરિયાદ દાખલ થયેલ અને જવાબદારોની ધરપકડ કરવામાં આવેલ જેમાં પણ આર.એન.કરમટા સામેલ હતા.