ખાસ-ખબર ન્યૂઝ ચીન, તા.12
તાઈવાનની આસપાસ ચીને પ્રચંડ યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. તેમાં 60 યુદ્ધ જહાજો, 30 તટરક્ષક બોટ અને ડઝનબંધ વિમાનો સામેલ છે. તે બધાંને જાપાનના દક્ષિણના ટાપુઓથી દક્ષિણ ચીન સમુદ્ર સુધી તૈનાત કરાયાં છે. આ અંગે તાઈવાનના અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે ચીને ચારે તરફ યુદ્ધાભ્યાસ વધારી દીધો છે. તેની સેના બે દિવાલો બનાવી રહી છે. આ અભ્યાસનો ઉદ્દેશ અમેરિકાના નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે રેડ લાઈન ખેંચવાનો છે. ટ્રમ્પ 2025માં 20 જાન્યુઆરીએ સત્તા સંભાળી લેશે. ટ્રમ્પ ચીનના સખતના વિરોધી છે. આથી ચીન અત્યારથી જ તેને સંદેશો આપવા પ્રયત્નો કરી રહ્યું છે. બીજી તરફ તાઈવાને ચીનને સમસ્યા પેદા કરનાર કહી દીધું છે, અને કહ્યું છે કે તે ચીનની આક્રમક નીતીઓ દર્શાવે છે, આટલી પ્રચંડ નૌકા કવાયત ચાલુ રાખી તેણે તાઈવાનની નાકાબંધી કરવાનો નિર્ણય લીધો છે. સાથે અમેરિકાને સંદેશો મોકલવા માગે છે. તાઈવાનના પ્રમુખ લાઈ વિંગ તે તાજેતરમાં જ પેસિફિક દેશોની મુલાકાતે ગયા હતા. તે દરમિયાન તેઓ અમેરિકાના ગ્વાલ ટાપુ ઉપર તેમજ પાછા ફરતાં હવાઈ ટાપુમાં રોકાયા હતા.
જે સમયે તેઓને અમેરિકાના વરિષ્ટ અધિકારીઓ મળ્યા હતા. આથી ચીન ધૂંધવાયું છે તે કહે છે કે તાઈવાનને મ્હોરૂૂ બનાવી અમેરિકા પેસિફિક વિસ્તારમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત રાખવા માગે છે. તાઈવાનના સેનાધ્યક્ષ લેફ્ટ.જન. હસીહ જિહ.શેંગે કહ્યું છે કે ચીનની સેના તાઈવાન ફરતે દિવાલો રચી રહી છે. પહેલી દિવાલ આંતરરાષ્ટ્રીય જળ સીમામાં તાઈવાનની પરિધી ઉપર અને બીજી દિવાલ દ્વીપ શ્રૃંખલાની બહાર છેક જાપાનની દક્ષિણે અને ફીલીપાઈન્સની પૂર્વ સુધી બનાવી રહી છે. તે દ્વારા તે સંદેશો આપવા માગે છે કે તાઈવાન સ્ટ્રેઇટસ અમારી છે. ચીન તાઈવાનને પોતાનો ભાગ ગણે છે. તાઈવાન પોતાને સ્વતંત્ર કહે છે જે છે જ. તેનાં સંરક્ષણ માટે અમેરિકા કરોડો ડોલરનાં તેને શસ્ત્રો આપે છે. તાઈવાન ફરતા યુદ્ધાભ્યાસ અંગે લેફ્ટ.જન. હસીહે કહ્યું કે પ્રશિક્ષણ અભ્યાસ બની શકે અને અભ્યાસ યુદ્ધ બની શકે.