By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    16 hours ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    18 hours ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    18 hours ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    3 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં
    16 hours ago
    બ્લેક મન્ડે: રોકાણકારોના પ 10 લાખ કરોડ બજારમાં ડૂબ્યાં
    16 hours ago
    2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
    17 hours ago
    ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર: મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસદમાં નિવેદન
    18 hours ago
    ડિજિટલ ફ્રોડનો શિકાર બનશો તો મળશે વળતર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    16 hours ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    16 hours ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    16 hours ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    18 hours ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    19 hours ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    3 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    4 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    5 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મણિપુરમાં 11 આતંકીઓ ઠાર થયા બાદ તણાવ, જિરીબામ જિલ્લામાં કર્ફ્યુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > મણિપુરમાં 11 આતંકીઓ ઠાર થયા બાદ તણાવ, જિરીબામ જિલ્લામાં કર્ફ્યુ
ખાસ-ખબરરાષ્ટ્રીય

મણિપુરમાં 11 આતંકીઓ ઠાર થયા બાદ તણાવ, જિરીબામ જિલ્લામાં કર્ફ્યુ

Khaskhabar Editor
Last updated: 2024/11/12 at 12:54 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

આતંકવાદીઓ ઠાર થયા બાદ કુકી-જો કાઉન્સિલે મંગળવારે સવારે 5 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રાજ્યના પહાડી વિસ્તારોમાં સંપૂર્ણ બંધનું એલાન આપ્યું છે.

મણિપુરમાં ગત વર્ષે 3 મેના રોજ શરૂ થયેલ હિંસાનો સિલસિલો અટકવાનો કોઈ સંકેત દેખાતો નથી. રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં હિંસાની 8 અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. તાજેતરની ઘટના 11 નવેમ્બરે બની, જ્યારે સશસ્ત્ર કુકી આતંકવાદીઓએ જિરીબામ જિલ્લામાં બોરોબેકરા પોલીસ સ્ટેશન અને નજીકના CRPF કેમ્પ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. તેઓએ બોરોબેકરા પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે આવેલા જકુરાડોર કરોંગ માર્કેટમાં અને તેની આસપાસની ઘણી દુકાનો અને મકાનોને પણ આગ લગાવી દીધી. CRPFની જવાબી કાર્યવાહીમાં 11 આતંકવાદીઓ માર્યા ગયા. આ અથડામણ દરમિયાન સીઆરપીએફના બે જવાન પણ ઘાયલ થયા અને તેમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

આ શંકાસ્પદ આતંકવાદીઓ ઠાર થયા બાદ કુકી-જો કાઉન્સિલે મંગળવારે સવારે 5 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રાજ્યના પહાડી વિસ્તારોમાં સંપૂર્ણ બંધનું એલાન આપ્યું છે. મણિપુર પોલીસે એક પોસ્ટમાં જણાવ્યું કે ’11 નવેમ્બર 2024ના રોજ જિરીબામ જિલ્લામાં જકુરાડોર અને બોરોબેકરા પોલીસ સ્ટેશન પાસે આવેલ CRPF કેમ્પ પર બપોરે લગભગ 3 વાગે, સશસ્ત્ર ઉગ્રવદિઓએ હુમલો કર્યો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી જેમાં 11 આતંકવાદીઓ માર્યા ગયા. આતંકવાદીઓ સાથેના આ અથડામણમાં CRPF કોન્સ્ટેબલ સંજીવ કુમારને ગોળી વાગી ગઈ. તેને આસામની સિલચર મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો અને તેની સારવાર ચાલી રહી છે.’

- Advertisement -

CRPFએ 11 આતંકવાદીઓને ઠાર કર્યા

સીઆરપીએફ અને પોલીસે હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો અને 40-45 મિનિટના ભારે ગોળીબાર બાદ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી. ગોળીબાર બંધ થયા પછી, વિસ્તારની શોધખોળ કરવામાં આવી અને હથિયારો અને દારૂગોળો (3 AK, 4 SLR, 2 INSAS, 01 RPG, પમ્પ એક્શન ગન, BP હેલ્મેટ અને મેગેઝિન) સાથે સશસ્ત્ર આતંકવાદીઓના 11 મૃતદેહ મળી આવ્યા. આ હુમલાના સંબંધમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. મણિપુર પોલીસે કહ્યું કે આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. આસામ રાઈફલ્સ, સીઆરપીએફ અને સિવિલ પોલીસની ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

કુકી-જો કાઉન્સિલે એક નિવેદનમાં કહ્યું, ‘જિરીબામ ખાતેની દુ:ખદ ઘટનામાં, અમે અમારા કુકી-જો ગામના 11 સ્વયંસેવકોને CRPFના હાથે ગુમાવ્યા, જેમને નિર્દયતાથી ગોળી મારી દેવામાં આવી. કૂકી-જો કાઉન્સિલે પીડિતોના માનમાં અને અમારા સામૂહિક દુઃખ અને એકતા વ્યક્ત કરવા માટે 12 નવેમ્બરના રોજ સવારે 5:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી સંપૂર્ણ બંધ રાખવાની જાહેરાત કરી છે. અમારા મૂલ્યવાન ગામના સ્વયંસેવકોની હત્યા માત્ર તેમના પરિવારો માટે જ નહીં, પરંતુ સમગ્ર કુકી-જો સમુદાય માટે વિનાશક ફટકો છે. કુકી-જો શાંતિ, ન્યાય અને સુરક્ષા માટેના આ સંઘર્ષમાં એક થયા છે. અમે આજે થયેલી હિંસાની સખત નિંદા કરીએ છીએ અને ગુનેગારોને ન્યાય અપાવવા માટે તાત્કાલિક અને સંપૂર્ણ તપાસની માંગ કરીએ છીએ.’

- Advertisement -

જિરીબામમાં આગામી આદેશ સુધી કર્ફ્યુ

અધિકારીઓએ જણાવ્યું, ‘જે બોરાબેકરા પોલીસ સ્ટેશન પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો, તેના પરિસરમાં એક રાહત શિબિર પણ છે અને ઘટના બાદ ત્યાં રહેતા પાંચ લોકો ગુમ છે. તે સ્પષ્ટ નથી કે આતંકવાદીઓએ આ નાગરિકોનું અપહરણ કરી લીધું કે પછી હુમલો શરૂ થયા પછી તેઓ છુપાઈ ગયા હતા. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. કેટલાક અસામાજિક તત્વોની ગેરકાયદેસર પ્રવૃતિઓને કારણે આ વિસ્તારમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જવાની અને માનવ જીવન અને સંપત્તિઓને ગંભીર ખતરો છે. તેથી, આગામી આદેશો સુધી BNSS ની કલમ 163 હેઠળ સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ અમલમાં રહેશે.’

બોરોબેકરા સબ-ડિવિઝનમાં જૂન મહિનાથી હિંસાની ઘણી ઘટનાઓ જોવા મળી છે. આ જિલ્લાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંનો એક છે. ગયા અઠવાડિયે, જારોન હમાર ગામ પર સશસ્ત્ર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 31 વર્ષીય મહિલાનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર હુમલામાં ઓછામાં ઓછા છ ઘર બળીને રાખ થઈ ગયા. ઇમ્ફાલ ખીણમાં રહેતા મેઇતેઇ સમુદાય અને પહાડીઓમાં રહેતા કુકી-જો સમુદાય વચ્ચે ગયા વર્ષે 3 મેથી શરૂ થયેલી વંશીય હિંસામાં 200 થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર થયા છે. જિરીબામ આ જાતિ હિંસાથી મોટાભાગે અસ્પૃશ્ય હતા. પરંતુ આ વર્ષે જૂનમાં ખેતરોમાં એક ખેડૂતની લાશ મળી આવ્યા બાદ અહીં પણ હિંસા જોવા મળી હતી. આગજનીની ઘટનાઓને કારણે હજારો લોકોએ પોતાના ઘર છોડીને રાહત શિબિરોમાં આશરો લેવો પડ્યો હતો. જુલાઇના મધ્યમાં પેટ્રોલિંગ દરમિયાન આતંકવાદીઓના હુમલામાં સીઆરપીએફનો એક જવાન પણ માર્યો ગયો હતો.

મણિપુરમાં હિંસા કેવી રીતે શરૂ થઈ?

મણિપુરમાં હિંસા ગયા વર્ષે 3 મેના રોજ શરૂ થઈ હતી, જ્યારે મણિપુર હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ કુકી-જો આદિવાસી સમુદાય દ્વારા પ્રદર્શન દરમિયાન આગચંપી અને તોડફોડ કરવામાં આવી હતી. વાસ્તવમાં, મેઇતેઇ સમુદાયે મણિપુર હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે તેમને જનજાતિનો દરજ્જો આપવામાં આવે. મેઇતેઇ સમુદાયે દલીલ કરી હતી કે 1949માં મણિપુરનું ભારતમાં વિલીનીકરણ થયું હતું. તે પહેલા તેમને આદિજાતિનો દરજ્જો હતો. અરજી પર સુનાવણી પૂર્ણ થયા બાદ, મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને ભલામણ કરી હતી કે મેઇતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST)માં સામેલ કરવા માટે વિચારણા કરવામાં આવે.

કુકી-જો સમુદાય મેઇતેઇને આદિવાસીનો દરજ્જો આપવા વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે રાજ્યની 60 વિધાનસભા બેઠકોમાંથી 40 બેઠકો પહેલેથી જ મેઇતેઇ પ્રભુત્વ ધરાવતી ઇમ્ફાલ ઘાટીમાં છે. આવી સ્થિતિમાં, જો મેઇતેઇને આદિજાતિનો દરજ્જો મળે છે, તો અનામતમાં કુકી-જો સમુદાયનો હિસ્સો ઘટશે. મેઇતેઇની મોટાભાગની વસ્તી ઇમ્ફાલ ઘાટી અને મણિપુરના મેદાનોમાં રહે છે, જ્યારે કુકી-જો સમુદાયના મોટા ભાગના લોકો પહાડી વિસ્તારોમાં રહે છે. મેઇતેઇ હિન્દુ છે, જ્યારે કુકી ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે. મણિપુરમાં આ બે સમુદાયો વચ્ચે દોઢ વર્ષથી હિંસા ચાલી રહી છે. આ દરમિયાન, 237 લોકોના મોત થયા છે અને 1500 થી વધુ લોકો ઘાયલ થયા છે.

60 હજાર લોકો તેમના ઘર છોડીને રાહત શિબિરોમાં રહેવા માટે મજબૂર છે. છેલ્લા દોઢ વર્ષમાં મણિપુરમાં લગભગ 11 હજાર એફઆઈઆર નોંધવામાં આવી છે અને 500ની ધરપકડ કરવામાં આવી છે. મણિપુર રાજ્ય પર્વતીય અને મેદાની ભાગોમાં વહેંચાયેલું છે. મેઇટીસ મેદાની જિલ્લાઓમાં રહે છે અને કુકી પહાડી જિલ્લાઓમાં રહે છે. બે સમુદાયો વચ્ચે એવી દુશ્મનાવટ ચાલી રહી છે કે જો મેદાની વિસ્તારમાંથી કોઈ મેઇતેઇ પહાડી વિસ્તારમાં આવે અને પહાડી વિસ્તારમાંથી કોઈ કુકી મેદાનમાં આવે તો તેના માટે જીવિત પાછા જવું શક્ય ન બને.

You Might Also Like

ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં

બ્લેક મન્ડે: રોકાણકારોના પ 10 લાખ કરોડ બજારમાં ડૂબ્યાં

2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર: મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસદમાં નિવેદન

ડિજિટલ ફ્રોડનો શિકાર બનશો તો મળશે વળતર

TAGGED: curfew in Jiribam District, Kuki-Meitei Clash, MANIPUR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જન ધન એકાઉન્ટ ધારકો માટે આવી સૌથી મોટી અપડેટ: બેંકોને પણ અપાયો આદેશ
Next Article કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા: ગુલમર્ગ-સોનમર્ગ સહીતનાં ભાગોમાં બરફની ચાદર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

નરસિંહ મહેતા સરોવર ખાતે નારીશક્તિનું ગુલાબથી સન્માન, વહેલી પરોઢે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
જૂનાગઢ જઘૠ પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને રૂ.1.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો
જૂનાગઢમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીતનો ભવ્ય વિજયોત્સવ: ભાજપે લાઈવ ટેલીકાસ્ટ કરી જશ્ન મનાવ્યો
પ્રેમપ્રકરણની અદાવતમાં પિતા-પુત્રનું અપહરણ કરી લૂંટ કરનાર પાંચ ઝડપાયા
ધ્રાંગધ્રાના ચુલી ગામે તંત્રની બેદરકારીના લીધે 300થી વધુ છોડનું બાળ મરણ
ગુજરાતમાં ‘181 અભયમ’ સેવાના સફળ 12 વર્ષ પૂર્ણ: મહિલાઓ માટે બન્યું મજબૂત સુરક્ષા કવચ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાષ્ટ્રીય

બ્લેક મન્ડે: રોકાણકારોના પ 10 લાખ કરોડ બજારમાં ડૂબ્યાં

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાષ્ટ્રીય

2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?