આ અપડેટ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે જો આ ખાતાઓની KYC અપડેટ કરવામાં નહીં આવે તો બેંક એકાઉન્ટ પણ બંધ થઈ શકે છે
કેન્દ્ર સરકારે દેશના 10 કરોડથી વધુ બેંક ખાતાઓને લઈને મોટું અપડેટ આપ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આ અપડેટ KYC સંબંધિત છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારે કહ્યું કે, દેશના 10 કરોડથી વધુ બેંક ખાતાઓની KYC ફરી એકવાર કરવી પડશે. આ અપડેટ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે જો આ ખાતાઓની KYC અપડેટ કરવામાં નહીં આવે તો બેંક એકાઉન્ટ પણ બંધ થઈ શકે છે.
- Advertisement -
KYC અપડેટ કરવું પડશે
નાણાકીય સેવાઓના સચિવ એમ નાગરાજુએ સોમવારે બેંકોને જન ધન ખાતાઓ માટે નવી KYC પ્રક્રિયા અપનાવવા કહ્યું જે અપડેટ થવાના છે. પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) 2014 માં શરૂ કરવામાં આવી હતી. ઓગસ્ટ, 2014 થી ડિસેમ્બર, 2014ના સમયગાળા દરમિયાન લગભગ 10.5 કરોડ PMJDY ખાતા ખોલવામાં આવ્યા હતા. હવે આ ખાતાઓને 10 વર્ષ પછી ફરીથી KYC કરાવવું પડશે. જોકે 28 ઓગસ્ટ 2024 સુધી દેશમાં 53.13 કરોડ જન ધન ખાતા ખોલવામાં આવ્યા છે.
તમામ બેંકોને સૂચના
- Advertisement -
નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, નાગરાજુએ પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) ખાતાધારકો માટે KYC પ્રક્રિયા નવેસરથી શરૂ કરવા માટે તમામ હિતધારકો સાથે બેઠક યોજી હતી. મીટિંગ દરમિયાન નાગરાજુએ ફરીથી એટીએમ, મોબાઇલ બેંકિંગ, ઇન્ટરનેટ બેંકિંગ અને અન્ય ઉપલબ્ધ ડિજિટલ ચેનલો જેવા તમામ માધ્યમો દ્વારા KYC કરવા માટેની તમામ પ્રક્રિયાઓ અપનાવવાનું સૂચન કર્યું. તેમણે કહ્યું કે, બેંકોએ અન્ય સમકક્ષ બેંકો દ્વારા અપનાવવામાં આવેલી શ્રેષ્ઠ પ્રથાઓને લાગુ કરવા માટે પણ તૈયાર રહેવું જોઈએ.
શા માટે મહત્વનું છે KYC ?
નાગરાજુએ બેંકોને વિનંતી કરી કે, તે PMJDY યોજનાના લોન્ચ સમયે જેટલો ઉત્સાહ હતો તે જ ઉત્સાહ સાથે કામ કરે અને ગ્રાહકોને કોઈપણ અસુવિધા ટાળવા માટે ફરીથી KYC કાર્ય પૂર્ણ કરે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તેમણે બેંકોને નિર્દેશ આપ્યો હતો કે જ્યાં પણ જરૂરી હોય ત્યાં વધારાના સ્ટાફને સમયમર્યાદામાં ફરીથી KYC પૂર્ણ કરવા માટે તૈનાત કરવામાં આવે.