પીડિતાની માતાની 8 શખ્સ સામે ફરિયાદ: એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ આદરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
ગુજરાતમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં રહેતી એક સગીરા પર સાત શખ્સોએ છેલ્લા સાત મહિના દરમિયાન અલગ અલગ સ્થળો પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પીડિતાની માતા દ્વારા કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓ દ્વારા પીડિતાને અલગ અલગ સમયે અને સ્થળે ધમકી આપી લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા દુષ્કર્મ મામલે થાનગઢમાં ગામે રહેતા અજય ભરવાડ, અજય મલાભાઈ અલગોતર, શૈલેષ ઉકાભાઇ અલગોતર, ધ્રુવ મહેન્દ્રભાઈ ચાવડા, કૌશિક ઉર્ફે લાલો હરેશભાઇ ગૌસ્વામી, વિજયસિંહ નરેન્દ્રસિંહ સોલંકી અને દર્શન મુકેશભાઈ સદાદીયા અને મદદગારી કરનાર કાના ઉર્ફે હરિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
- Advertisement -
ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, થાનગઢ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીના કહ્યા મુજબ તેમની દીકરી સાથે અલગ અલગ સમયે અલગ અલગ વ્યકિત દ્વાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. દીકરીની ઉંમર 18 વર્ષથી નાની હોય બળજબરી પૂર્વક લઈ જવાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પોક્સો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદમાં આઠ લોકોના નામ છે અન્ય આરોપીઓની પણ તપાસ ચાલુ છે. આ બનાવ સામુહિક દુષ્કર્મનો નથી. તમામ બનાવ છેલ્લા સાત મહિનાના સમયગાળામાં અલગ અલગ બન્યા છે.