ઇઝરાયલી સૈનિકોએ સાઉથ લેબનનમાં ધ્વજ ફરકાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
લેબનનમાં ઇઝરાયલના હુમલા વચ્ચે હિઝબુલ્લાહે સીઝફાયરની માંગ કરી છે. ઈગગના અહેવાલ મુજબ, આ પ્રથમ વખત છે કે જ્યારે હિઝબુલ્લાહે જાહેરમાં સીઝફાયરનું સમર્થન કર્યું છે અને ગાઝામાં યુદ્ધને રોકવાની કોઈ શરત પણ રાખી નથી. હમાસને ટેકો આપતા હિઝબુલ્લાહે ગયા વર્ષે 8 ઓક્ટોબરે ઇઝરાયલ પર એરસ્ટ્રાઈક કરી હતી. હિઝબુલ્લાહના નાયબ ચીફ નઈમ કાસિમે મંગળવારે આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા પર ભાષણ આપ્યું હતું. કાસિમે કહ્યું કે હિઝબુલ્લાહ લેબનીઝ સંસદના સ્પીકર નબીહ બેરી દ્વારા સીઝફાયરના પ્રયાસોનું સમર્થન કરે છે. એકવાર સીઝફાયર થશે પછી અન્ય બાબતો પર ચર્ચા થશે. હિઝબુલ્લાહે અગાઉ કહ્યું હતું કે તે ગાઝામાં સીઝફાયર થશે ત્યારે જ ઇઝરાયલ પર હુમલા બંધ કરશે.
અલ-જઝીરાના જણાવ્યા અનુસાર બુધવારે સવારે ઇઝરાયલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 20 લોકોનાં મોત થયા છે.
ઈગગ મુજબ લેબનનના મેરૂન અલ-રાસમાં ઈરાન ગાર્ડન પાર્કના ખંડેર પર ઇઝરાયલના સૈનિકોએ પોતાનો ધ્વજ લહેરાવ્યો છે. જો કે, આ ધ્વજ ક્યારે લગાવવામાં આવ્યો હતો તે જાણી શકાયું નથી. આ પહેલા મંગળવારે ઇઝરાયલની સેનાએ કહ્યું હતું કે તેણે મેરુન અલ-રાસ વિસ્તારમાં હિઝબુલ્લાહના વિસ્તાર પર નિયંત્રણ મેળવી લીધું છે.