ઈરાને ઈઝરાયેલના નેતાઓની મોસ્ટ વોન્ટેડની યાદી જાહેર કરી
ખાસ-ખબર ન્યૂઝ ઈરાન
ઈરાને પણ ઈઝરાયેલના નેતાઓની મોસ્ટ વોન્ટેડની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કૂલ 11 નેતાના નામનો ઉલ્લેખ છે અને વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ આ યાદીમાં ટોચ પર છે. ઈરાન દ્વારા ઈઝરાયેલ પર સેંકડોની સંખ્યામાં મિસાઈલ છોડવામાં આવ્યા બાદ બન્ને દેશ વચ્ચે તણાવની સ્થિતિ ભારેલા અગ્નિ જેવી છે. ઈઝરાયેલે ઈરાન સામે બદલો લેવાની સોગંદ ખાધી છે. બીજી બાજુ ઈરાને પણ ઈઝરાયેલના નેતાઓની મોસ્ટ વોન્ટેડની યાદી જાહેર કરી છે.
- Advertisement -
આ યાદીમાં કૂલ 11 નેતાના નામનો ઉલ્લેખ છે અને વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ આ યાદીમાં ટોચ પર છે. ઈરાન દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં બેન્જામિન નેતન્યાહુનું નામ ટોચ પર છે. આ ઉપરાંત રક્ષા મંત્રી યોઆવ ગેલેન્ટ અને આર્મી ચીફ હર્જી હલેવીના નામ પણ આ યાદીમાં સામેલ છે. ઈરાન દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં તેણે ઈઝરાયેલી આતંકવાદી ગણાવ્યા છે.
આ યાદીમાં કોનો છે સમાવેશ
વડા પ્રધાન
સંરક્ષણ પ્રધાન
ચીફ ઓફ જનરલ સ્ટાફ
ઇઝરાયેલ એરફોર્સના કમાન્ડર
નેવલ કમાન્ડર
ગ્રાઉન્ડ ફોર્સ કમાન્ડર
ડેપ્યુટી ચીફ ઓફ જનરલ સ્ટાફ
મિલિટરી ઇન્ટેલિજન્સનો હેઝ
ઉત્તરી કમાન્ડના વડા
સેન્ટ્રલ કમાન્ડના વડા
સધર્ન કમાન્ડના વડા