ભગવાન ગણેશને વિધ્નહર્તા કહેવામાં આવે છે. તેમની કૃપાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને કારકિર્દીમાં સારી પ્રગતિ થાય છે. 7મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી શરુ થયેલો ગણેશ ઉત્સવની આજે પૂર્ણાહુતી છે. આજે અનંત ચતુર્દશીના રોજ બાપ્પાને વિદાય આપતા ગણેશ વિસર્જન કરવામાં આવશે. કહેવાય છે કે, આ દિવસે ગણપતિજી કૈલાસ પાછા ફરે છે.
આ ગણેશ ઉત્સવ દરમિયાન જો તમે ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરી હોય તો અનંત ચતુર્થીના દિવસે વિધિ પ્રમાણે અને શુભ સમયે બાપ્પાનું વિસર્જન ઘરે કેમ કરવું અને અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત પણ જાણી લો.
- Advertisement -
અનંત ચતુર્દશી પર ગણેશ વિસર્જન માટે 4 શુભ સમય (ગણેશ વિસર્જન 2024 શુભ સમય)
પ્રથમ મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) – સવારે 09:11 – બપોરે 01:47
બપોરનું મુહૂર્ત (શુભ) – બપોરે 03:19 – સાંજે 04:51
- Advertisement -
સાંજના મુહૂર્ત (લાભ) – સાંજે 07:51 – રાત્રે 09:19
રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) – રાત્રે 10:47 – રાત્રે 03:12 (18 સપ્ટેમ્બર)
ઘરે ગણેશ વિસર્જન કેવી રીતે કરવું?
જેમ આપણે પ્રવાસ પર જતાં પહેલા પરિવારના સભ્યોને ખુશીથી વિદાય આપીએ છીએ, તેવી જ રીતે ભગવાન ગણેશને વિદાય આપતી વખતે પણ આપણે તે જ રીતે વર્તવું જોઈએ. આદરપૂર્વક અને નમ્રતાપૂર્વક, પૂજા દરમિયાન જાણ્યે-અજાણ્યે થયેલી કોઈપણ ભૂલ માટે માફી માગી લો અને પછી સુખ અને સમૃદ્ધિની કામના કરો. બાપ્પાની વિદાયને નદી, તળાવમાં વિસર્જિત કરવાને બદલે તમે તેને ઘરે જ વિસર્જિત કરી શકો છો.
– ગણેશ વિસર્જનના દિવસે બાપ્પાની વિધિવત પૂજા કરો, કુમકુમ, હળદર, મહેંદી, મોદક, ફૂલ વગેરે ચઢાવીને આરતી કરો.
– ગણપતિની સાઇઝને ધ્યાનમાં રાખીને ડોલ કે ટબ લો. તેને સારી રીતે સાફ કરો.
– ગણપતિનું વિસર્જન કરવા માટે ડોલમાં પૂરતું પાણી રેડો.
– બાપ્પાની મૂર્તિ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય પછી આ પાણીને વાસણમાં નાખો. બાપ્પાની મૂર્તિની જમીનમાં છોડના બીજ વાવી શકાય.
– જ્યારે ગણપતિ વિસર્જન માટે લઈ જવામાં આવે ત્યારે તે બધી વસ્તુઓને એક બંડલમાં બાંધીને ગણેશજીની સાથે વિસર્જન કરો.
– ભગવાન ગણેશની મૂર્તિ હોય કે પ્રતિમા, તેને ધીમે ધીમે પાણીમાં ડૂબાડો. અચાનક છોડશો કે ફેંકશો નહીં.