SOG ટીમ દ્વારા શખ્સને ઝડપી કાર્ય
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
પાટડી તાલુકાના માલવણ ખાતે આવેલા છાબલી ગામ તરફ જવાના રસ્તે તલાવડીના કઠે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે હોવાની બાતમી સુરેન્દ્રનગર જીલ્લા એસ. ઓ.જી સ્ટાફને મળતા સ્ટાફ દ્વારા બાતમી વાળા સ્થળે જઈ શખ્સને ઝડપી લીધો હતો
- Advertisement -
જેમાં પૂછપરછ દરમિયાન પોતે ધ્રાંગધ્રા શહેરના સીતા દરવાજા ખાતે રહેતો સિકંદર અબ્દુલભાઈ મંડલી હોવાનું જણાવી તેની પાસેથી એક એક સિંગલ બેરલ હાથ બનાવતી બંદુક કિંમત 2000/- રૂપિયાની પણ મળી આવી હતી. જેથી એસ. ઓ.જી સ્ટાફે શખ્સને ઝડપી લઇ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.વાહી હાથ ધરી