જૂનાગઢ શહેર અને જિલ્લાના રસ્તાઓ બિસ્માર બનતા પ્રવાસીઓ મુશ્કેલીમાં
વિલીંગ્ડન ડેમનો રોડ અને ડેમના બગીચાની હાલત પણ બદતર
- Advertisement -
સાતમ-આઠમના તહેવારોમાં પ્રવાસીઓની ભારે ભીડ જામશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ જિલ્લો પ્રવાસન ક્ષેત્રે જગ વિખ્યાત છે ત્યારે તેહવારો સમયે દૂર દૂર થી પ્રવાસીઓ ખુબ લાખોની સંખ્યામાં શહેરના હરવા ફરવાના સ્થળની મુલાકત સાથે સાસણ ગીર સિંહ દર્શન સહીતના ધાર્મિક સ્થાનોની મુલાકાતે પધારે છે. ત્યારે વરસાદના લીધે રસ્તાઓ બિસ્માર બનતા પ્રવાસીઓમાં રોષ જોવા મળે છે એક તરફ રાજ્ય સરકાર જૂનાગઢ જિલ્લાને પ્રવાસન ક્ષેત્ર તરીકે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીને વિકાસ કરવા માંગે પણ રોડની ગુણવતા પ્રમાણે નહિ બનતા દર ચોમાસાની સીઝનમાં સ્ટેટ હાઇવે અને શહેરના રસ્તાઓ બિસ્માર બની જાય છે જૂનાગઢ શહેર પર ખડગઢ બની જાય છે.ત્યારે લોકો માંથી માંગ ઉઠી છે કે, આગામી સાતમ આઠમના તેહવારો આવી રહ્યા છે ત્યારે બિસ્માર રસ્તાની મરામત કરીને વાહનો ચાલી શકે તેવા રસ્તાઓ રીપેર કરવામાં આવે. એક તરફ સાતમ આઠમ તેહવારો આવી રહ્યાં છે તો બીજી તરફ તૂટી ફાટી ગયેલ રસ્તા જોઈને દૂર દૂર થી આવતા પર્યટકો મુશ્કેલીમાં મુકાઈ છે અને કમરતોડ રસ્તાના લીધે પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ભવનાથ તળેટી ખાતે ખુબ મોટી સંખ્યામાં ભાવિકો દેવ દર્શન સાથે રોપ-વેની સફર માણવા પધારે છે એવા સમયે ભવનાથ રોડની પણ હાલત બિસ્માર જોવા મળે છે.બીજી તરફ વિલિંગ્ડન ડેમ સાઈડ જવાનો રસ્તો પણ સાવ સાંકડો હોવાના લીધે ચોમાસા ઋતુમાં ડેમ સાઈડનો નજારો જોવા ખુબ મોટા પ્રમાણમાં લોકો આવે છે.ત્યારે સાંકડા રસ્તાના લીધે ટ્રાફિક જામ થાય છે તો બીજી તરફ ડેમના બાગ બગીચાની હાલત પણ અત્યંત બિસ્માર હાલતમાં છે
અને કાદવ કીચડ જોવા મળે છે અને બગીચામાં બાળકોના હીંચકા શોભાના ગાંઠિયા સમાન છે મનપા દ્વારા વર્ષોથી વિલિંગ્ડન ડેમનો વિકાસ કરવા કરોડોની ગ્રાન્ટ ફાળવે છે પણ હજુ સુધી એક ઈંટ પણ મુકાઈ નથી ત્યારે પ્રવાસીઓ કુછ દિન તો જૂનાગઢમેં ન ગુજારો તેવા રોષ સાથેના શબ્દો સાથે પરત ફરે છે. શહેરની મધ્યમાં ઉપરકોટ કિલ્લાનો કરોડોના ખર્ચે વિકાસ તો કર્યો પણ ઉપરકોટ કિલ્લા પાસે પાર્કિંગની ખુબ મોટી સમસ્યા જોવા મળે છે તેમાં પણ શહેરની વચ્ચે કિલ્લો હોવાને લીધે દૂર દૂરથી આવતા પ્રવાસીઓ શહેરના ગીર રસ્તા જેવા કે, ઢાલરોડ તેમજ માંડવી ચોક તેમજ મોટી શાકમાર્કેટમાં ઘુસી જવાથી ખુબ ટ્રાફિક સમસ્યા જોવા મળે છે.અને જયારે પ્રવાસીઓ કિલ્લા પાસે પોહચી જાય છે ત્યારે પાર્કિંગની મોટી સમસ્યા ઉભી થાય છે.અને દૂર દૂર સુધી પાર્કિંગ મળતું નથી ત્યારે કિલ્લાનો વિકાસ થઇ ગયો પણ લોકને કાર પાર્કિંગ કરવાનો વિકાસ ન થયો જેના લીધે પ્રવાસીઓ નારાજ થઈને પરત ફરે છે.અને શહેરના મુખ્ય માર્ગો પણ એવી હાલતમાં છે કે, જાણે રસ્તામાં ખાડા છે કે, ખાડામાં રસ્તો છે તે જાણવું મુશ્કેલ બની રહે છે.
- Advertisement -
જિલ્લા પ્રવાસન સ્થળોના રસ્તા પણ બિસ્માર હાલતમાં
જૂનાગઢ જિલ્લામાં અનેક પ્રવાસન સ્થળો આવેલ છે ત્યારે વાર તેહવાર સમયે ખુબ મોટી સંખ્યામાં પર્યટકો જિલ્લાની મુલાકાતે પધારે છે જેમાં સાસણ ગીર સિંહ દર્શન કરવા અચૂક આવે છે ત્યારે મેંદરડા થી સાસણ અને ત્યાથી તાલાલા અને સોમનાથ સુધી જે રોડ છે તે પણ અતિ ખરાબ હાલતમાં જોવા મળે છે ત્યારે દૂર દૂર થી આવતા પ્રવાસીઓ હેરાન પરેશાન સાથે મુશ્કેલીનો સામનો કરે છે.રોડ પર મસ મોટા ખાડાના લીધે કિંમતી કારની હાલત સાથે પ્રવાસીઓની હાલત પણ ખરાબ થાય છે.ત્યારે જૂનાગઢ જિલ્લાના ખરાબ રસ્તાના લીધે આગેવાનો અને તંત્રની આબરૂના લીરે લિરા ઉડાડતા જાય છે.અને બીજી વાર જિલ્લામાં નહિ આવીયે તેવા શબ્દો સાથે પરત ફરતા જોવા મળે છે.