બઘડાટીમાં 68 વર્ષીય પુરુષ, મહિલા અને તેના ભત્રીજાને ઇજા પહોંચી હોય સિવિલમાં ખસેડાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
- Advertisement -
જુનાગઢના ઝાંઝરડારોડ પર બાબા કોમ્પલેક્ષ સામે એક મહિલા અને ત્રણ પુરુષો વચ્ચે જાહેરમાં બઘડાટી બોલી હતી જેને લઇને ટ્રાફિક જામ સર્જાયો હતો. જાહેરમાં થયેલ બઘડાટીમાં 68 વર્ષીય પુરુષની તબિયત લથડતાં 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે મહિલા અને તેની સાથે રહેલ તેમના ભત્રીજાને પણ ઇજા પહોંચી હોય ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જો કે ઘટના સ્થળે બી ડિવિઝન પોલીસ આવી પહોંચતા પરિસ્થિત કંટ્રોલમાં લેવામાં આવી હતી અને રસ્તાઓ ખુલ્લા કરતા ટ્રાફીક વ્યવસ્થા જાળવવામાં આવી હતી. હાલ બઘડાટી બોલવા પાછળનું કારણ અંગે શહેરના બી ડિવિઝન પોલીસ દ્વારા વધું તપાસ હાથ ધરી છે જો કે આ જગ્યા પર પોલીસના નેત્રમ શાખા દ્વારા સીસીટીવી કેમેરા નાખવામાં આવે તો શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વધુ સહેલાય રહે તેવી સ્થાનિકોની પણ માંગ ઉઠવા પામી છે.