ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢ લોકસભાની બેઠકના મતદાન દરમિયાન જૂનાગઢના એક શખ્સે મતદાન કરતી વખતે પોતે મતદાન કરે છે અને કોને મત આપે છે તેેનો ફોટો પાડી સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો હતો. પોતાનો મોબાઇલ ફોન લઇ જઇ મતદાનની ગુપ્તતા જાળવી ન હોવાનું અંગેના સમાચાર ટીવી ચેનલોમાં પ્રસારીત થયા હતા અન મતદાન કરતી વખતે પોત કોઇને મત આપેછે તે વિગતોના ફોટા પ્રસિદ્ધ થયો હતો.
- Advertisement -
પોલીસ તપાસમાં સોશિયલ મિડીયામાં નૈતિક ગઢીયાના નામની આઇડી ઉપરફોટો અપલોડ થયાનો જેને આવતા એલસીબી અને બી-ડીવીઝન પોલીસે આઇડી ધારક નૈતિક ગઢીયાને ગણતરીની કલાકોમાં ઝડપી લઇ તેની પાસેથી રૂપિયા 1000 કિંમતનો મોબાઇલ કબ્જેકરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.