ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
દેશના સૌથી મોટા ફાઇનાન્શિયલ સર્વિસીઝ ગ્રુપ પૈકીના એક બજાજ ફિનસર્વ લિમિટેડનો ભાગ બજાજ ફાઇનાન્સ લિમિટેડે મોટાભાગની મુદતોમાં ફિક્સ્ડ ડિપોઝીટ્સ (એફડી)ના દરોમાં વધારાની જાહેરાત કરી છે.3 એપ્રિલ, 2024ની અસરથી કંપનીએ સિનિયર સિટીઝનો માટે એફડીના દરોમાં 25થી 35 મહિનાની મુદત માટે 60 બેસિસ પોઇન્ટ્સ સુધી અને 18થી 24 મહિનાની મુદત માટે 40 બેસિસ પોઇન્ટ્સનો વધારો કર્યો છે.નોન-સિનિયર સિટીઝનો માટેના દરો 25થી 35 મહિના માટે 45 બેસિસ પોઇન્ટ્સ, 18 અને 22 મહિનાની મુદત માટે 40 બેસિસ પોઇન્ટ્સ તેમજ 30 અને 33 મહિનાની મુદત માટે 35 બેસિસ પોઇન્ટ્સનો વધારો કરવામાં આવ્યો છે.
વરિષ્ઠ નાગરિકો 8.85 ટકા સુધીના એફડી દરો મેળવવાનું ચાલુ રાખી શકે છે જ્યારે નોન-સિનિયર સિટીઝનો 42 મહિનાની મુદત માટે ડિજિટલી બુકિંગ કરીને 8.60 ટકા સુધીના દરોનો લાભ લઈ શકે છે.
- Advertisement -
બજાજ ફાઇનાન્સના ફિક્સ્ડ ડિપોઝીટ્સ તથા ઇન્વેસ્ટમેન્ટ્સના હેડ સચિન સિક્કાએ જણાવ્યું હતું કે વિવિધ ઇન્વેસ્ટમેન્ટ બકેટ્સમાં અમારા વધારાયેલા દરો સ્થિરતા ઇચ્છતા રોકાણકારો માટે આકર્ષક તકો પૂરી પાડે છે. અમે તેમની બચતો માટે વધુ સારા અનુભવ, વધુ મૂલ્ય તથા સુરક્ષિત વિકલ્પની ઓફર કરવા પર ધ્યાન આપવાનું ચાલુ રાખીએ છીએ.બજાજ ફાઇનાન્સના ગ્રાહક ફ્રેન્ચાઇઝી 31 માર્ચ, 2024 સુધીમાં લગભગ 83.64 મિલિયન જેટલી છે. કંપની 31 માર્ચ, 2024ના રોજ રૂ. 60,000 કરોડથી વધુની ડિપોઝીટ્સ બુક સાથે દેશની સૌથી મોટી ડિપોઝીટ લેતી એનબીએફસી તરીકે ઊભરી આવી છે.31 ડિસેમ્બર, 2023 સુધીમાં તેના એપ પ્લેટફોર્મ પર નેટ યુઝર્સ 49.19 મિલિયન હતા. બજાજ ફાઇનાન્સનો ફિક્સ્ડ ડિપોઝીટ પ્રોગ્રામ ક્રિસિલનું અને ઇકરાનું સર્વોચ્ચ સ્થિરતા રેટિંગ ધરાવે છે જે રોકાણકારો માટે સૌથી સુરક્ષિત રોકાણ વિકલ્પો પૈકીનો એક ઓફર કરે છે. કંપનીની એપ ઇન્વેસ્ટમેન્ટ માર્કેટપ્લેસ પણ ઓફર કરે છે જ્યાં ગ્રાહકો વિવિધ મ્યુચ્યુઅલ ફંડ્સની એક્સેસ મેળવી શકે છે.