સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળીને લોકો થયા મંત્રમુગ્ધ
ખાસ-ખબર સંવાદદાતા
ગીર-સોમનાથ જિલ્લાનાં સૂત્રાપાડામાં ગરીમાપૂર્વક પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમા વિવિધ શાળાનાં બાળકો દ્વારા પ્રસ્તુત થયેલ સાંસ્કૃતિક કાર્યક્રમોએ અનેરી જમાવટ કરી હતી. જેમા પિરામીડ, કેજીવીબી ધામળેજના બાળકો સમુહ રાસ કૃપાલુ વિનય મંદિર પ્રાસલી, (રણછોડ રંગીલા) તલવાર રાસ મોડલ સ્કુલ ગોરખમઢી, (મા ભવાની)સમુહ રાસ પ્રશ્ર્નાવડા માધ્યમિક શાળા, (દેશ ભક્તિ ગીતો) જીએસસીએલ ફાઉન્ડેશન, (દેશ ભક્તિ ગીતો)શિવ સાગર પ્રા.શાળા , (ખારવો ખલાસી)પિરામીડ સરસ્વતી મા.શાળા ગોરખમઢીના સહિતના વિદ્યાર્થીઓએ રજુ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળીને લોકોને મંત્રમુગ્ધ થયા હતા.આ અવસરે રજુ થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રથમ નંબર પર શિવ સાગર પ્રા.શાળા દ્વારા પ્રસ્તુત સમુદ્ર માછીમારો સમર્પિત ખારવો ખલાસી , બીજા નંબર પર સરસ્વતી મા.શાળા ગોરખમઢીના વિદ્યાર્થીઓએ રજૂ કરેલ પિરામિડ ,ત્રીજા નંબર પ્રશ્ર્નાવડા માધ્યમિક શાળાની દ્વારા દેશ ભક્તિ ગીતો પર આધારિત સમુહ રાસને પ્રાપ્ત થયો હતો અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.