એક તરફ પર્યટન સ્થળના વિકાસની વાતો બીજી તરફ વરવા દ્દર્શ્યો
દીવ માંડવી ચેક પોસ્ટ પર પ્રવાસીઓ લૂંટાતા હતા
- Advertisement -
ઊના P.I., A.S.I. અને વચેટિયા સામે ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ: એક તરફ રાજ્ય સરકાર પર્યટન ક્ષેત્રના વિકાસ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. તાજેતરમા ંજ ગાંધીનગર ગિફ્ટ સીટીને વિશ્વ ફલક પર લઇ જવા અને ઇન્ટરનેશનલ માર્કેટ બને તેના માટે દારૂની છુટ આપી છે અને બીજી તરફ દીવ પર્યટન સ્થળે હરવા ફરવા આવતા સહેલાણીઓ પાસેથી તોડબાજી થતી હોવાનો એસીબીએ પર્દાફાશ કરીને ઊના પીઆઇ નીલેશ ગોસ્વામી, એએસઆઈ નિલેશ મૈયા અને વચેટિયા નિલેશ તડવી સામે ફરિયાદ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છેે. ગત તા.30 ડિસેમ્બરના રોજ દીવની માંડવી ચેક પોસ્ટ પર એસીબીએ રનીંગ રેડ કરી હતી. આ રનિંગ રેઇડ થતા ચેક પોસ્ટ પર હાજર પોલીસ કર્મી ભાગી છૂટ્યા હતા ત્યારે વેચેટીયાની ભૂમિકા ભજવનાર નિલેશ તડવી એસીબીની ઝપટે ચડી જતા તેની અટક કરી સઘન પૂછપરછ દરમિયાન પીઆઇ સહીત પોલીસ સાથેની સાથેની વાતચીત સહીત કથિત વહીવટના પુરાવા મળતા એસીબીએ ઊના પીઆઇ નિલેશ ગોસ્વામી અને એએસઆઈ નિલેશ મૈયા તથા એસીબીની ટ્રેપમાં સ્થળ પર ઝડપાયેલા નિલેશ તડવી સામે ગુનો દાખલ નિલેશ તડવીને કોર્ટમાં રજુ કરતા સાત દિવસના રિમાન્ડ મંજુર થયા હતા. દીવ પર્યટન સ્થળ તરીકે વિખ્યાત છે ત્યારે લાખો સહેલાણી હરવા ફરવા આવે છે ત્યારે સહેલાણીઓ પરત ફરતા સમયે એહમદપુર માંડવી ચેક પોસ્ટ પર ગુજરાત પોલીસની હદમાં ઊના પોલીસ દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવતા હોય છે.અને ચેકીંગ દરમિયાન સહેલાણીઓ પાસેથી રૂપિયાનો તોડ થતો હોવાની ફરિયાદ ઉપર સુધી થતા અમદાવાદ એસીબી સહીતના અધિકારીઓએ રનિંગ ટ્રેપ કરી હતી અને ઝડપાયેલ નિલેશ તડવીના ફોનમાં કોલ રેકોર્ડિંગ સહિતના પુરાવા મળતા એસીબી દ્વારા ત્રણ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરુ કરી છે હજુ એસીબી ઊંડાણ પૂર્વક વધુ તપાસ કરશે તો હજુ અનેક નામો ખુલવાની શક્યતા છે.
ઊના પોલીસનો વધુ એક વિડીયો વાયરલ થયો છે
ઊના એહમદપુર માંડવી ચેક પોસ્ટની ઘટના બાદ ઊના પોલીસનો વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં સહેલાણીઓને સાઈન કરવા બાબતે મારમારતા હોવાના વરવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે આ વિડિઓ સામે આવતા સ્થાનિક લોકો દ્વારા ઊંચ કક્ષાએ તપાસ કરીને કાયદાકીય પગલા ભરીને સજા કરવાની માંગ કરી છે.