માર્ગો,દરીયાથી માંડીને આકાશને આંબતી વિશ્ર્વભરની ઈમારતોમાં નવા વર્ષ 2024 ના આગમનની ભવ્ય રીતે વધાવવામાં આવ્યુ હતું. દુનિયાભરમાં ‘વેલકમ 2024’સાથે જશ્ન મનાવાયો હતો.દુનિયામાં સૌ પ્રથમ ઉજવણી ઓસ્ટ્રેલીયા-ન્યુઝીલેન્ડમાં થઈ હતી.
દરીયા તથા સમુદ્રકાંઠે ઉજવણી માટે એકઠા થયેલા દસ લાખ લોકોએ ભવ્ય આતશબાજી નિહાળી હતી. વિશ્વભરનાં દેશો-શહેરોમાં નવા વર્ષની પાર્ટી હોટેલો-રેસ્ટોરન્ટ,પબ-બારમાં થઈ હતી.ઉપરાંત જાહેર ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી અને તેમાં કોઈપણ દેશ બાકાત રહ્યા ન હતા. લાખો-કરોડો લોકો નવા વર્ષને વધાવવા માટે ઉમટી પડયા હતા. વિશ્વ આખુ જશ્નના માહોલમાં ડુબ્યાનો ઘાટ ઘડાયો હતો. નવુ વર્ષ 2024 સુખ, સમૃધ્ધિ, શાંતી લઈને આવે તેવી આશા-અરમાનો સાથે લોકોમાં ઉત્સાહ-ઉમંગ છવાયેલા રહ્યા હતા. સર્વત્ર આતશબાજીથી આકાશ ઝળહળા થયા હતા અને અલગ-અલગ પ્રકારે અનોખી ઉજવણી થઈ હતી.
- Advertisement -
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી દરમિયાન સિડની હાર્બર બ્રિજ અને સિડની ઓપેરા હાઉસ પર ફટાકડા ફૂટયા હતા.
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં સ્કાય ટાવર પરથી નવા વર્ષની ઉજવણી માટે ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
- Advertisement -
કાઉન્ટડાઉન ઇવેન્ટ દરમિયાન લોકો ટોક્યો ટાવરની સામે ફુગ્ગા છોડયા હતા. ટોક્યોમાં લોકોએ 2024 ના રાશિચક્ર, ડ્રેગનના વર્ષના આગમનની ઉજવણી કરી હતી.
ટોક્યોની દક્ષિણે, જાપાનના યોકોસુકામાં નવા વર્ષની ઉજવણી માટે કાઉન્ટડાઉન ઇવેન્ટ દરમિયાન લોકો પ્રકાશિત ‘મિકોશી’ અથવા પોર્ટેબલ મંદિર લઈ જાય છે.
ફિલિપાઈન્સના મેટ્રો મનીલાના મકાટીમાં નવા વર્ષની ઉજવણીમાં રોકવેલ સેન્ટર પર ફટાકડા ફૂટ્યા હતા.
બેંગકોક, થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન ગ્રાન્ડ પેલેસ પર ફટાકડા આકાશને પ્રકાશિત બનાવ્યું હતું.
જકાર્તામાં બુંદરન હોટેલ ઇન્ડોનેશિયા રાઉન્ડઅબાઉટ પર ઇન્ડોનેશિયા 2024 નું સ્વાગત કરે છે ત્યારે લોકો ફોટા લેતા જોવા મળ્યા હતા.
લોકો દક્ષિણ કોરિયાના સિઓલમાં નવા વર્ષની ઉજવણીના સમારોહમાં હાજરી આપી હતી.
સિંગાપોરમાં નવા વર્ષની ઉજવણી પહેલા ફટાકડા મરિના ખાડીને પ્રકાશિત કરી હતી.
બેઇજિંગમાં નવા વર્ષની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
હોંગકોંગમાં નવા વર્ષની ઉજવણી માટે વિક્ટોરિયા હાર્બર પર ફટાકડા ફૂટ્યા હતા.
ભારતીય શહેર મુંબઈમાં સહેલગાહમાં લોકો નવા વર્ષની ઉજવણી કરી હતી.
લંડનના થેમ્સ નદીના કિનારે 100,000 લોકો દ્વારા અને ટેલિવિઝન પર ઘણા લોકોએ નિહાળેલા 12-મિનિટના અદભૂત આતશબાજીનું પ્રદર્શન કર્યું હતું.