સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ મોટી આવક નોંધાઈ
ખાસ-ખબર સંવાદદાતા
સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં 1.5 લાખ કટ્ટા ડુંગળીને આવક થઈ છે. નિકાસ બંધીને કારણે ખેડૂતોને એક મણ ડુંગળીના રૂ. 100/- થી 300/- સુધીનો ભાવ મળી રહ્યો છે. આખા સૌરાષ્ટ્રમાંથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ડુંગળી વેચવા આવે છે.
થોડા દિવસો પહેલા ઉગ્ર વિરોધ બાદ હવે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી ફરીથી શરૂ થઈ છે. ડુંગળીની સાથે લસણનું ખરીદ-વેચાણ પણ ધૂમ થઈ રહ્યું છે. ગઈ કાલે સાંજ સુધીમાં માર્કેટયાર્ડ લાલ ડુંગળીથી છલકાઈ ગયું છે. આખા યાર્ડમાં ડુંગળીઓના કટ્ટાઓ દેખાઈ રહ્યા છે. ગઈકાલે સાંજ સુધીમાં યાર્ડમાં અંદાજિત દોઢ લાખ કટ્ટા ડુંગળીની આવક નોંધાય છે.
- Advertisement -
કેટલાક દિવસો પહેલા નિકાસબંધીને કારણે ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના વિરોધ વચ્ચે ડુંગળીની હરાજી ચાલુ કરવામાં આવી હતી. બહારના રાજ્યોથી આવેલા વેપારીઓએ ડુંગળીની ખરીદી શરૂ કરી હતી. માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું કે હાલમાં ખેડૂતોને એક મણ ડુંગળીના રૂ. 100 થી 300 સુધીના ભાવ મળી રહ્યા છે. ડુંગળી પકવવાના ખર્ચના અનુપાતમાં આ ભાવ ઓછા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. કારણ કે ડુંગળી પકવવાનો ખર્ચ સતત વધી રહ્યો છે. ખેડૂતોને એકમાં ડુંગળીનો ભાવ રૂ. 300 થી વધુ જ મળવો જોઈએ.
ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી ખેડૂતોની વેદનાને સમજવા માટે ગઈઈઋ (રાષ્ટ્રીય ઉપભોક્તા સહકારી સંઘ) અધ્યક્ષ વિશાલસિંગ ગોંડલ માર્કેટ યાર્ડની મુલાકાતે આવ્યા હતા. તેમણે ડુંગળી પકવતા ખેડૂતો, વેપારીઓ અને યાર્ડના સત્તાધીશો સાથે ચર્ચા કરી હતી. આગામી દિવસોમાં ડુંગળી પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે નિકાસને મંજૂરી આપવાની તેમણે ખાતરી આપી હતી. પરંતુ આ ખાતરી નઠારી નીવડી છે.