રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવા કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા
રાજયની પ્રાથમિક શાળાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ શિક્ષકોની ભરતી કરવા રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ-1 અને ટેટ-2 લેવામાં આવી હતી. જેમા ટેટ-1માં 85 ટકા અને ટેટ-2 માં 89 ટકા ઉમેદવારો પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતા.પરીક્ષા માટે અમદાવાદની 8 જેટલી શાળાઓમાં કેન્દ્રો નકકી કરાયા હતા. પરીક્ષા પૂર્ણ થતા હવે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
રાજયની પ્રાથમિક શાળાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ શિક્ષકોની ભરતી કરવા માટે રાજય સરકાર દ્વારા નિર્ણય લેવામા આવ્યો હતો. જેના પગલે પ્રાથમિક શાળાના શિક્ષકોની જેમ જ ખાસ શિક્ષકો માટે પણ ધોરણ 1 થી 5 માટે ટેટ-1 અને ધો.6 થી 8 માટે ટેટ-2 લેવાનો નિર્ણય કરાયો હતો. આ બંને પરીક્ષા માટે 23 ફેબ્રુ્રઆરીથી ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થઈ હતી. આ પરીક્ષા 25 મેના રોજ લેવામા આવી હતી. તેના માટે અમદાવાદ શહેરની કુલ 8 શાળાઓમા આ પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામા આવી હતી.જયાં ટેટ-1 ની પરીક્ષા માટે કુલ 2273 જેટલા ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી પરીક્ષાના દિવસે 1927 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.
આમ ટેટ-1 ની પરીક્ષામાં 84.78 ટકા ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવ્યા હતા.ટેટ-2 ની પરીક્ષા માટે 2034 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી પરીક્ષા વખતે 1803 ઉમેદવારો હાજર રહ્યા હતા અને 231 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. આમ, ટેટ-2 ની પરીક્ષામાં 88.64 ટકા જેટલી હાજરી નોંધાઈ હતી.ટેટ-1માં વિવિધ હેતુલક્ષી મળી 150 પ્રશ્નો પૂછાયા હતા અને તેના માટે ઉમેદવારોને 90 મીનીટનો સમય અપાયો હતો.