NCPCRને મોકલાયેલા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
સૌજન્ય: ઑપ ઈન્ડિયા-ગુજરાતી
દેવભૂમિ ઉત્તરાખંડમાંથી ચોંકાવનારી વિગતો સામે આવી છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં ચાલતી મદરેસાઓમાં 700થી વધુ હિંદુ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. ઉત્તરાખંડ મદરેસા શિક્ષા પરિષદે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગને એક રિપોર્ટ મોકલ્યો હતો, જેમાં આ બાબતનો ઘટસ્ફોટ થયો.
જાણકારી માંગવા પર ઉત્તરાખંડ શિક્ષા પરિષદના નિયામક રાજેન્દ્રસિંહે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગને પત્ર લખીને જણાવ્યું હતું કે, 30 મદરેસાઓમાં કુલ 749 હિંદુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, રાજ્યની તમામ માન્યતા પ્રાપ્ત મદરેસાઓનું મેપિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી ઉદ્યમસિંઘ નગર, હરિદ્વાર અને નૈનીતાલની મદરેસાઓમાં કુલ 7,399 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું. જેમાંથી 749 બિનમુસ્લિમ છે.
આગળ જણાવાયું કે તેમાંથી ખેડી શિકોહપુર હરિદ્વારમાં સૌથી વધુ 131, તિલકપુર હરિદ્વારમાં 112 અને રૂૂડકી હરિદ્વારમાં 79 હિંદુ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. જોકે, સાથે એમ પણ જણાવવામાં આવ્યું કે આ બાળકો તેમના વાલીઓની ઇચ્છાથી અહીં અભ્યાસ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ગઈઙઈછ દ્વારા મદરેસા શિક્ષા પરિષદને સૂચના આપીને બિનમુસ્લિમ વિદ્યાર્થીઓને પ્રવેશ આપનાર તમામ સરકારી ગ્રાન્ટેડ અને માન્યતા પ્રાપ્ત મદરેસાઓમાં જનારાં બાળકોનું ભૌતિક સત્યાપન કરીને 7 દિવસમાં રિપોર્ટ જમા કરાવવા માટે કહ્યું હતું. ત્યારબાદ પરિષદે સરવે કરીને રિપોર્ટ મોકલ્યો, જેમાં આ જાણકારી સામે આવી.
મીડિયા અહેવાલોનું માનીએ તો આ વિસ્તારોમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનો અભાવ છે, કારણ કે અહીંની સરકારી શાળાઓ ઓછાં બાળકો હોવાના કારણે બંધ કરી દેવામાં આવી છે. આ વિસ્તારો એવા છે જે રાજ્યની રચના બાદ સતત મુસ્લિમ બહુમતી ધરાવતા થતાં ગયા અને મદરેસાઓ ધીમે-ધીમે ખૂલતી ગઈ. બીજી તરફ, આ હિંદુ બાળકોને હરિદ્વાર, ઉદ્યમસિંઘ નગર અને નૈનીતાલ જિલ્લા તંત્રે છઝઊ એક્ટ હેઠળ કોઇ શાળામાં ભરતી કરવા પર ધ્યાન ન આપ્યું.
રિપોર્ટ અનુસાર, હજુ દહેરાદૂન અને નૈનિતાલ ઉપરાંત અનેક સ્થળો એવાં છે જ્યાં સરવે થવાનો બાકી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં પણ મદરેસાઓમાં મોટી સંખ્યામાં હિંદુ બાળકો ઈસ્લામિક શિક્ષણ મેળવી રહ્યાં છે અને તેનું કારણ મજબૂરી છે. આ અંગે ગઈઙઈછના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ ઉત્તરાખંડના લઘુમતી મામલાના મુખ્ય સચિવને 2 નવેમ્બરે એક પત્ર લખીને વિસ્તૃત જાણકારી આપવા માટે કહ્યું છે અને આ પાછળનું કારણ પૂછ્યું છે કે આખરે કેમ હિંદુ બાળકો મદરેસામાં અભ્યાસ ક્રવા માટે જાય છે. આ મામલે 9 નવેમ્બર સુધીમાં રિપોર્ટ જમા કરાવવાનો રહેશે.